સેક્સ રેકેટ ચલાવતા પકડાયેલી ભોજપુરી અભિનેત્રી સુમન કુમારી કોણ છે?

ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે આવેલી ઘણી અભિનેત્રીઓ સફળતા ન મળતા સેક્સ રેકેટ જેવા ગંદા કામ કરવા લાગી જાય છે. હાલમાં જ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રીનું નામ સેક્સ રેકેટમાં આવ્યુ છે.

ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી સુમન કુમારીની મુંબઈ પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી સેક્સ રેકેટ ચલાવી રહી હતી તે વાત પર ફેન્સને વિશ્વાસ નથી આવી રહ્યો. સુમન કુમારી હાલ પોલીસ કસ્ટડીમાં છે.

Suman Kumari

સુમન કુમારીના કરિયરની વાત કરીએ તો, 24 વર્ષીય સુમને ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. લૈલા મજનૂ સિવાય તે બાપ નંબરી બેટા દસ નંબરી જેવા ભોજપુરી કોમેડી શો પણ કર્યા છે. આ સિવાય અભિનેત્રીએ બૂમ ઓટીટી ચેનલ પર પણ જોવા મળી છે.

હાલમાં જ મુંબઈ પોલીસે એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આમાં સુમન કુમારીનું નામ સૌથી ઉપર આવી રહ્યું છે. હવે પોલીસે સુમન કુમારીની ધરપકડ કરી છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર, મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ આ ઓપરેશન પાર પાડ્યુ હતું. પોલીસે દરોડા પાડ્યા પછી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આમાં અભિનેત્રીની ધરપકડ કરાઈ છે અને તેના પર છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ છે.

પોલીસે જણાવ્યા અનુસાર, સુમન કુમારી ભોજપુરી અભિનેત્રી છે અને ગ્રાહકોને મોડલ સપ્લાય કરે છે. આ મોડલ એ છે જેઓ મુંબઈ આવીને ફિલ્મોમાં કરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેમને પૈસાની જરૂર હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X