કોણ છે વેદાંગ રૈના? જાણો કેમ તેને બોલિવૂડનો બીજો રણવીર કપુર કહેવામાં આવી રહ્યો છે?
હાલમાં જ રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધ આર્ચિઝની ખુબ ચર્ચા છે. આ ફિલ્મમાં બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સે બોલિવૂડ ડેબ્યુ ક્યુ છે ત્યારે એક વ્યક્તિએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.
ફિલ્મમાં સુહાના ખાન, અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર છે. ફિલ્મમાં આ ત્રણેયનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મમાં અન્ય એક એક્ટર છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. તેનું નામ છે વેદાંગ રૈના. વેદાંગની આ પહેલી ફિલ્મ છે.
વેદાંગ રૈનાએ આ ફિલ્મમાં પોતાની જોરદાર એક્ટિંગથી લોકોને દિવાના બનાવી દીધા છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેણે પોતાનું પાત્ર રેગી મેન્ટલ એવી રીતે ભજવ્યું છે કે દરેક તેના વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ વેદાંગ રૈનાના વખાણ કરી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા લોકો વેદાંગ રૈનાને બીજા રણવીર સિંહ તરીકે બોલાવી રહ્યા છે.
વેદાંગ રૈનાએ ફિલ્મ 'ધ આર્ચીઝ'માં રેગી મેન્ટલની ભૂમિકા ભજવી હતી. લોકો તેના પાત્રના ખૂબ વખાણ કરી રહ્યા છે. જો લોકોનું માનીએ તો તે રણબીર સિંહની જેમ જોરદાર એક્ટિંગ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના વિશે અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, વેદાંગ રૈના છોટા રણવીર સિંહ જેવો નથી લાગતો? અન્ય એક યુઝરે લખ્યું છે કે, ધ આર્ચીઝમાં જો કોઈ ઉભરી આવ્યું છે તો તે છે વેદાંગ રૈના છે.
જણાવી દઈએ કે તેની પહેલી જ ફિલ્મમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને અગસ્ત્ય નંદા સાથે લિપ-લૉક કરીને ધણાલ મચાવી દીધી છે. ફિલ્મમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં ખુશી કપૂરનું પાત્ર પણ લોકોને પસંદ આવી રહ્યું છે. તેણે તેમાં અગસ્ત્ય નંદાની બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા ભજવી છે.
ફિલ્મમાં અગસ્ત્ય નંદા માત્ર સુહાના ખાન જ નહીં પરંતુ ખુશી કપૂરને પણ કિસ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં સુહાના ખાન ઉપરાંત અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, વેદાંગ રૈના, અદિતિ સહગલ, યુવરાજ મેંડા અને મિહિર આહુજાએ પણ ડેબ્યુ કર્યું છે.












Click it and Unblock the Notifications
