Aanvi Kamdar : કોણ હતી ટ્રાવેલ ઈન્ફ્લૂએન્સર આનવી કામદાર? જેનું રીલ બનાવવા દરમિયાન ખાઈમાં પડી જવાથી મોત થયુ
Aanvi Kamdar : સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં એક જાણીતુ નામ સામેલ થયુ છે.
હાલમાં જ જાણીતી ટ્રાવેલ ઈન્ફ્લૂએન્સરના મોતના સમાચારે લોકોને હચમચાવી મુક્યા છે. અહેવાલો અનુસાર, આ જાણીતી ઈન્ફ્લૂએન્સરનું રીલ બનાવવા દરમિયાન ખાઈમાં પડી જવાથી મોત થયુ છે.

સમાચારો અનુસાર, મૃતક આનવી કામદાર મહારાષ્ટ્રના રાયગઢમાં પાણીના ઝરણા પાસે શૂટિંગ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો અને પડી જવાથી મોત થઈ ગયુ.
સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાતા જ અન્વીના ચાહકો માટે તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. આનવી ખાઈમાં પડી ત્યારે તે ઈન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરી રહી હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે આનવીના મિત્રોએ તાત્કાલિક સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાની જાણ કરી.
જણાવી દઈએ કેસ વરસાદની મોસમમાં માનવી તેના સાત મિત્રો સાથે ફરવા માટે અહીં આવી હતી. તે ઈન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી રહી હતી અને અચાનક ખાઈમાં પડી ગઈ. આ જોઈને તેના મિત્રોએ સ્થાનિક લોકોને આ સમગ્ર ઘટનાની જાણ કરી.
મહારાષ્ટ્રના માનગાંવમાં આ અકસ્માત થયો. પીટીઆઈના અહેવાલ મુજબ, આનવીનું મૃત્યુ 300 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી થયું. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. આ સ્થિતિમાં આનવીને બહાર લાવવામાં મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
જો કે, મુશ્કેલીથી તેને ત્યાંથી બહાર કાઢવામાં આવી. ઘટના વિશે માહિતી આપતાં રેસ્ક્યુ ટીમમાં સામેલ એક વ્યક્તિએ કહ્યું કે,ત્યાં ખૂબ મોટા પથ્થરો હતા અને આવી સ્થિતિમાં આનવીને બચાવવી એક પડકારજનક કામ હતું.
ખાઈમાં પડી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. હવે આનવી સાથે બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
