કોણ હશે ‘પ્રેમ’ની આગામી પ્રેમિકા : સોના કે અનુ?
મુંબઈ, 10 જૂન : ભાગ્યશ્રી, માધુરી દીક્ષિત અને સોનાલી બેન્દ્રે બાદ હવે કોણ બનશે પ્રેમની પ્રેમિકા? હા જી, અમે વાત કરી રહ્યાં છીએ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોના પ્રેમ એટલે કે સલમાન ખાન વિશે.

સલમાન ખાન પુનઃ એક વાર રાજશ્રી પ્રોડક્શન સાથે કામ કરવા જઈ રહ્યાં છે, પરંતુ આ સાથે જ ફિલ્મમાં તેમની હીરોઇન અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજશ્રી પ્રોડક્શન સલમાન ખાન સાથેની પોતાની આગામી ફિલ્મ માટે હાલ બે અભિનેત્રીઓ ઉપર નજર નાંખી રહ્યાં છે. તેમાં એક છે સોનાક્ષી સિન્હા અને બીજાં અનુષ્કા શર્મા છે. જોકે અત્યારથી કંઈ કહેવું ઉતાવળિયું ગણાશે.
નોંધનીય છે કે સલમાન ખાન અત્યાર સુધી રાજશ્રી પ્રોડક્શન સાથે ત્રણ ફિલ્મો મૈંને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈં અને હમ આપકે હૈં કૌન કરી ચુક્યાં છે અને ત્રણે ફિલ્મોમાં તેમનું નામ પ્રેમ હતું. મૈંને પ્યાર કિયામાં પ્રેમના પ્રેમિકા ભાગ્યશ્રી હતાં, તો હમ આપકે હૈં કૌનમાં માધુરી દીક્ષિત અને હમ સાથ સાથ હૈંમાં સોનાલી બેન્દ્રે.
હવે જ્યારે સલમાન પુનઃ રાજશ્રી સાથે કામ કરવાના છે, ત્યારે એ તો અત્યારથી જ નક્કી લાગે છે કે આ નવી ફિલ્મમાં પણ તેમનું નામ પ્રેમ જ હશે, પરંતુ આ પ્રેમની પ્રેમિકા અંગે સસ્પેંસ જળવાયેલું છે.












Click it and Unblock the Notifications
