Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અને આમિરે 150 કરોડને લાત મારી દીધી

મુંબઈ, 22 ઑક્ટોબર : ફિલ્મ અભિનેતા આમિર ખાન વિશે કહેવાય છે કે તેઓ ક્યારેય ક્વૉલિટી સાથે સમજૂતી નથી કરતાં. પોતાની ગુણવત્તા જાળવી રાખવા આમિર ખાન પૈસાની પણ પરવા નથી કરતાં, પરંતુ આ વાતની ખાત્રી તે વખતે વધુ પાક્કી થઈ ગઈ કે જ્યારે આમિર ખાને 150 કરોડ રુપિયાનું એડવર્ટાઇઝિંગ કૉન્ટ્રાક્ટ સાઇન કરવાનો ઇનકાર કરી નાંખ્યો.

Aamir Khan

તેની પાછળનું કારણ એમ જણાવાઈ રહ્યું છે કે આમિર ખાન પોતાના પ્રથમ ટેલીવિઝન શો સત્યમેવ જયતેના બીજા સેશનની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેના માટે તેઓ રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે, જ્યારે જે એડ તેમની પાસે આવી હતી, તે સત્યમેવ જયતે પાર્ટ વનના શુટિંગ દરમિયાન આવી હતી કે જે ઑગસ્ટમાં શુટ થવાની હતી, પરંતુ આમિર ખાને પોતાના શોને મહત્વ આપતાં એડ ઠુકરાવી દીધી.

આમિર ખાનને જાણનારાઓ કહે છે કે આટલી મોટી રકમ ઠુકરાવવા માટે બહુ મોટું કાળજું જોઇએ કે જે આમિર પાસે છે અને કદાચ આ જ વસ્તુ છે કે જે તેમને બીજા કરતાં જુદાં તારવે છે. આમિર ખાન અંગે કહેવાય છે કે હવે કદાચ તેઓ તે જ એડ કરશે કે જેમાં દેશવાસીઓ માટે કઈંક મૅસેજ હોય. હાલ તો આમિર ખાન પોતાના માતા ઝીનત સાથે હજયાત્રાએ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X