Pics : સંજય સાથે યારાનો તો છે... છતાં અકળ મૌન કેમ?

મુંબઈ, 23 માર્ચ : સુપ્રીમ કોર્ટ દ્વારા મુન્નાભાઈને પાંચ વરસની સજા ફરમાવાતાં બૉલીવુડના મોટાભાગના કલાકારો દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચન અને ત્રણે ખાનો એટલે કે શાહરુખ ખાન, આમિર ખાન તથા સલમાન ખાન તરફથી અત્યાર સુધી કોઈ પ્રત્યાઘાત ન આવતાં અનેક સવાલો ઊભા થઈ ગયાં છે.

બિગ બી અને ત્રણે ખાનોના મૌન અંગે સવાલો ઊભા થવાં લાગ્યાં છે. સંજય દત્તને સજા થતા તેમના નિવાસ સ્થાને આખુ બૉલીવુડ ઉમટી પડ્યું, તો મહેશ ભટ્ટ સહિત અનેક બૉલીવુડ કલાકારોએ ટ્વિટ કરી સંજય દત્તને સજા અંગે દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ અમિતાભ બચ્ચને આ અંગે બીજા દિવસે પણ મોઢું ખોલ્યું નહીં.

જોકે અમિતાભના પત્ની અને સાંસદ જયા બચ્ચને જણાવ્યું કે તેઓ સંજય દત્તની સજાની માફી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલને રજૂઆત કરશે, પરંતુ અમિતાભનું મૌન સૌને હેરાન કરી રહ્યું છે.

બીજી બાજું ત્રણે ખાનો શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ સામાન્ય રીતે આવા મુદ્દે બોલતાં હોય છે, પરંતુ આ સંજય મુદ્દે ત્રણે મૌન રહ્યાં છે. એમાં પણ સંજય દત્ત સાથે સાજન, ચલ મેરે ભાઈ જેવી ફિલ્મો કરનાર સલમાન ખાનનું મૌન તો વધુ આશ્ચર્ય ઉપજાવે તેવું છે.

બૉલીવુડમાં સંજય દત્તને હાલ લગભગ તમામ સ્ટાર્સ સાથે સારાં સંબંધો છે. તેમાં અમિતાભ બચ્ચન અને ત્રણે ખાનોનો પણ સમાવેશ થઈ જાય છે. ફિલ્મોની વાત કરીએ, તો સંજય દત્તે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સાથે અનેક સારી અને હિટ ફિલ્મો કરી છે, તો શાહરુખ ખાનની ફિલ્મોમાં પણ સંજય દત્તની હાજરી નોંધી શકાય છે. જોકે આમિર ખાન સાથે સંજયે ક્યારેય સ્ક્રીન શૅર નથી કરી, પરંતુ આમિરની આવનાર ફિલ્મ પીકેમાં સંજય દત્ત પ્રથમ વાર તેમની સાથે કામ કરી રહ્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ સંજય દત્તનો અમિતાભ, સલમાન, શાહરુખ અને આમિર સાથેનો યારાનો.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

સંજય દત્તે આમિર ખાન સાથે અત્યાર સુધી ભલે કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું, પણ તેઓ આમિરના સારા મિત્ર છે અને તેમની આવનાર ફિલ્મ પીકેમાં પહેલી વાર તેમની સાથે કામ પણ કરી રહ્યાં છે.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

સંજય દત્તે અમિતાભ સાથે અનેક ફિલ્મો કરી છે. આ તસવીર ડિપાર્ટમેંટ ફિલ્મની છે. સંજયે પહેલી વાર પોતાના પિતા સુનીલ દત્તની ફિલ્મ રેશ્મા ઔર શેરામાં અમિતાભ સાથે સ્ક્રીન શૅર કરી હતી.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

ઉપરાંત ક્રોધ, રેશ્મા, હમ કિસી સે કમ નહીં, કાંટે, રુદ્રાક્ષ, દીવાર, પરિણીતા, વિરુદ્ધ, એક અજનબી, એકલવ્ય, શૂટઆઉટ એટ લોખંડવાલા, ઓમ શાંતિ ઓમ,અલાદીન, રાવનમાં પણ અમિતાભ-સંજય સ્ક્રીન શૅર કરી ચુક્યાં છે. પાવર, હૅપ્પી ન્યુ ઈયર તથા ગ્રેટ દદ્દૂ અમિતાભ-સંજયની આવનાર ફિલ્મો છે.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

બોલ બચ્ચન ફિલ્મના એક ઈવેન્ટ દરમિયાન સંજય દત્ત અને અમિતાભ બચ્ચન.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

રાસ્કલ ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચિંગ પ્રસંગે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે સંજય દત્ત.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

હવે વાત સંજયના ત્રણે ખાનોમાં સૌથી ખાસ સલમાન ખાનની. સંજય અને સલમાને અનેક ફિલ્મો સાથે કરી છે. છેલ્લે સન ઑફ સરદારમાં પણ અજય દેવગણ સાથે સંજય અને સલમાને સાથે મળી પોં પોં સૉંગ કર્યુ હતું. સલમાન જોકે પોતે પણ ફસાયેલાં છે, છતાં તેમણે સંજયના ટેકામાં હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

સન ઑફ સરદાર ફિલ્મના બિગ બૉસ 6 શોમાં પ્રમોશન દરમિયાન સલમાન સાથે સંજય.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

કોણ ભુલી શકે સંજય-સલમાનની પ્રથમ ફિલ્મ સાજનને કે જે એક હિટ ફિલ્મ હતી.સન ઑફ સરદાર ઉપરાંત સંજય-સલમાને ચલ મેરે ભાઈ, યે મેરા જલવા, ઓમ શાંતિ ઓમ, તીસ માર ખાં, રેડીમાં પણ સ્ક્રીન શૅર કરી છે. પાર્ટનર 2 તથા કંચના રીમેક તેમની આવનાર ફિલ્મો છે.

સંજયનો યારાનો

સંજયનો યારાનો

સંજય દત્ત દ્વારા અગ્નિપથ ફિલ્મની સફળતા પ્રસંગે અપાયેલ પાર્ટીમાં મદમસ્ત શાહરુખ ખાન. સંજય-શાહરુખે પ્રથમ વાર હમ હૈં ખલનાયક ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી હતી. ઉપરાંત અચાનક, ઓમ શાંતિ ઓમ, રાવન, સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં પણ સંજય-શાહરુખ સાથે દેખાઈ ચુક્યાં છે. બંને હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X