5 Reasons: શા માટે નેશલન એવોર્ડ વિનર છે ક્વિન
કંગના રાણાવત અભિનિત ફિલ્મ ક્વિનને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. ક્વિન ફિલ્મ કંગના રાણાવતના કરિયરની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ રહી છે કારણ કે આ ફિલ્મે માત્ર કંગનાને બોક્સ ઓફિસ પર ક્વિન નથી બનાવી પરંતુ બોલીવુડની બેસ્ટ એક્ટ્રેસ તરીકે કંગનાને ટોચ પર પહોંચાડી દીધી છે.
ક્વિન ફિલ્મમાં કંગના રાણાવત ઉપરાંત કોઇપણ એક્ટ્રેસ એવી ન્હોતી જેની ઉપર ફિલ્મના નિર્માતાઓને વિશ્વાસ બેસે. કંગના રાણાવતના જોરે જ ક્વિન ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી શકી અને ફિલ્મને લઇને બોલીવુડના દિગ્ગજોએ પણ ખૂબ જ સારા સારા રિમાર્ક્સ આપ્યા છે.
આવો જાણીએ કંગના રાણાવતની ક્વિનમાં એવી તે શું ખાસ વાત છે કે જેના પગલે ફિલ્મે બાકીની તમામ ફિલ્મોને પાછળ રાખી દીધી.

એક સામાન્ય યુવતીની વાર્તા
કંગના રાણાવતે ક્વિન ફિલ્મમાં પહેલા એક નાનકડા શહેરની રહેનારી સીધીસાદી યુવતીની ભૂમિકા ભજવી, ત્યારબાદ તેના કેરેક્ટરમાં જે પરિવર્તન બતાવ્યું તે દર્શકોને ખૂબ જ ગમ્યુ છે. કોઇ પણ સામાન્ય યુવતી ખુદને ક્વિન ફિલ્મની કંગના સાથે સરળતાથી સરખાવી શકે છે.

કંગનાનો શાનદાર અભિનય
કંગના રાણાવતે ક્વિન ફિલ્મમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. પછી ભલેને તે કોઇ સીધી યુવતીનું પહેલીવાર કોઇ યુવક સાથે વાત કરવાનો સીન હોય કે પછી વિદેશમાં જઇને એકલા ત્રણ યુવકો સાથે રૂમ શેર કરવાનો સીન હોય. દારૂ પીને પોતાની ભડાસ ઠાલવવાનો તેના દરેક સીન બેસ્ટ છે.

સ્વતંત્ર પણ ખોટુ નહીં
ક્વિનમાં ઇન્ડિપેંડેટ ગર્લ બતાવવામાં આવી છે પરંતુ સ્વતંત્રતાની સાથે કંગનાને પોતાની સીમામાં રહેતા પણ બતાવવામાં આવી છે. કંગનાને ક્યાંય પણ પોતાની સ્વતંત્રતાનો ખોટો ફાયદો ઊઠાવતા નથી બતાવાઇ.

લગ્નને લઇને એક નવા વિચાર
લગ્નને લઇને હંમેશા લોકોનું એકમત રહે છે પરંતુ ક્વિનમાં એવું બતાવાયું છે કે યુવતીએ પોતાની રીતે સમજી વિચારીને લગ્ન કરવાનો અધિકાર છે.

ફિલ્મના ગીતો
ક્વિન ફિલ્મનું સંગીત શાનદાર છે, પછી ભલેને રોમેંટિક સોંગ હોય કે પછી લગ્નનું ધમાકેદાર ગીત. અમિત ત્રિવેદીનું શાનદાર સંગીત અને લિરિક્સ, અરિજિત સિંહના અવાજે લોકો પર જાદુ ચલાવી દીધો.

શાનદાર લોકેશન
ક્વિન ફિલ્મની શૂટિંગના લોકેશન ખૂબ જ સુંદર હતા. વિદેશમાં શૂટિંગ દરમિયાન તમામ સુંદર લોકેશનના શોટ લેવામાં આવ્યા, ખાસ પ્રકારે ફિલ્મનું એડિટિંગ પણ શાનદાર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
