Jigra Fakira Song : ગતિ પકડશે ઔરંગઝેબનું પ્રમોશન
મુંબઈ, 10 મે : બૉલીવુડમાં ફિલ્મોના ધમાકેદાર પ્રચારની પરમ્પરા રહી છે, પરંતુ તેના વિરુદ્ધ ક્રાઇમ આધારિત રોમાંચક ફિલ્મ ઔરંગઝેબનું પ્રમોશન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કરાઈ રહ્યું છે. જોકે દિગ્દર્શક અતુલ સભરવાલનું કહેવું છે કે રિલીઝની તારીખ સામે આવતાં જ પ્રચારમાં ઝડપ આવશે.

યશ રાજ ફિલ્મ્સના બૅનર હઠેળ નિર્મિત ઔરંગઝેબ ફિલ્મ આગામી 17મી મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અર્જુન કપૂર તથા સાશા આગા લીડ રોલમાં છે. ઉપરાંત જૅકી શ્રૉફ, અમૃતા સિંહ અને પૃથ્વીરાજ સુકુમારન પણ છે. ફિલ્મમાં મોટા કલાકારો હોવા છતાં તે ચર્ચામાં નથી.
મુંબઈમાં એક નિર્માણાધીન ઇમારતમાં ગુરુવારે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન અતુલ સભરવાલે જણાવ્યું - ફિલ્મનું ઓછું પ્રચાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી. ફિલ્મ તેવા લોકો સુધી પહોંચી રહી છે કે જ્યાં તેને પહોંચવું જોઇએ. ઉપરાંત હવે ત્રણ-ચાર અઠવાડિયા સુધી પ્રચાર કરવાનો સમય આવી ગયો છે.
તેમણે જણાવ્યું કે રિલીઝ ડેટ નજીક આવતાં જ પ્રમોશન ઝડપ પકડશે. પ્રેસ કૉન્ફરંસમાં ઋષિ કપૂર, જૅકી શ્રૉફ, પૃથ્વીરાજ તથા અર્જુન કપૂર હાજર હતાં. ગુડગાંવની પૃષ્ઠભૂમિ ઉપર બનેલી આ ફિલ્મ ભૂ-માફિયાના કામકાજ પર આધારિત છે.
<center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/saMV4sGboYg" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
