આખરે સલમાને કેમ કર્યાં શાહરુખના વખાણ ?
મુંબઈ, 31 ડિસેમ્બર : સલમાન ખાન જેમના મિત્ર છે તેમના માટે છેલ્લા શ્વાસ સુધી લડતાં રહેશે, પરંતુ જેમની સાથે દુશ્મની કરે છે, તેમને કોઈ પણ શરતે માફ નથી કરતાં. જોકે તાજેતરમાં જ બિગ બૉસમાં સલમાન ખાને કિંગ ખાન માટે શોના એક પ્રતિસ્પર્ધીને જોરદાર રીતે ઉતારી પાડ્યાં. સલમાને શોના પ્રતિસ્પર્ધી ઇમામને જણાવ્યું કે શાહરુખ ખાન બૉલીવુડના કિંગ ખાન પોતાની મહેનત અને લગનના બળે બન્યાં છે, નહીં કે તેમની કોઈ એડના કારણે. નોંધનીય છે કે ઇમામે જણાવ્યુ હતું કે તેમની એક એડના કારણે શાહરુખ ખાન ટોચે પહોંચ્યા છે.

ખેર, વાત અહીં ગોર કરવાની છે કે સલમાને શાહરુખના વખાણ કેમ કર્યાં? આખરે તેઓ બતાવવા શું માંગતા હતાં? શું તેઓ એમ સાબિત કરવાના પ્રયત્ન કરતા હતાં કે તેઓ શાહરુખ કરતાં અનેક ગણાં સારા માણસ છે, કારણ કે શાહરુખ તો ખુલ્લેઆમ સલમાન મિયાને ભાંડી દે છે, જ્યારે સલમાન, પોતાના મિત્રોની તોહીન પણ પોતાના ઉપરાંત બીજા કોઈના દ્વારા થતી સહન નથી કરતાં. કે પછી તેઓ એમ કહેવા માંગતા હતાં કે તેમના હાઈ ક્વૉલિટી મિત્રોની જેમ હાઈ ક્વૉલિટના શત્રુ પણ છે. તેથી તેઓ કિંગ ખાનની ટીકા સહન ન કરી શક્યાં. જોકે આજે ભલે સલમાન-શાહરુખ એક-બીજાને જોવું સુદ્ધા પસંદ ન કરતાં હોય, પરંતુ ક્યારેક બંને ખૂબ સારા અને નજીકના મિત્રો રહ્યાં છે. તેથી બંનેએ ક્યારેય પોતાની દુશ્મનીનું કારણ લોકો કે મીડિયા સામે જાહેર થવા દીધું નથી.
એમ તો લોકોનું કહેવું છે કે શક્ય છે કે બંને જ ખાનોને હવે સદ્બુદ્ધિ આવી ગઈ છે. તેથી હવે બંને ફરિયાદો ભુલાવી મિત્રતા કરવા માંગતા હશે. તેથી જાહેર સ્થળોએ એક-બીજા સામે સારૂં બોલતા દેખાય છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં શાહરુખે પણ પરોક્ષ રીતે સલમાન ખાન માટે જણાવ્યુ હતું કે જે બૉક્સ ઑફિસે વેચાય, તેમાં ક્વૉલિટી છે.












Click it and Unblock the Notifications
