For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેખર સુમનનો ખુલાસોઃ સુસાઈડ પહેલા સુશાંત સિંહે એક મહિનામાં બદલ્યા હતા 50 સિમ કાર્ડ

હાલમાં જ શેખર સુમને પટના સ્થિત સુશાંતના ઘરે પહોંચીને તેમના પિતા સાથે મુલાકાત કરી. ત્યારબાદ એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા કરવાની વાત સામે આવી ચૂકી છે પરંતુ તેના નજીકના લોકો હજુ પણ સીબીઆઈ તપાસની માંગ પર અડ્યા છે. હાલમાં જ શેખર સુમને પટના સ્થિત સુશાંતના ઘરે પહોંચીને તેમના પિતા સાથે મુલાકાત કરી. ત્યારબાદ એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. શેખર સુમનના જણાવ્યા મુજબ જે દેખાઈ રહ્યુ છે તેવુ નથી આ બાબતે એક મોટુ ષડયંત્ર હોઈ શકે છે.

સુશાંતે બદલ્યા સિમ કાર્ડ

સુશાંતે બદલ્યા સિમ કાર્ડ

શેખર સુમનના જણાવ્યા મુજબ સુશાંતે આત્મહત્યા પહેલા એક મહિનામાં 50 કાર્ડ બદલ્યા હતા. તેમણે કહ્યુ કે એક અભિનેતા ત્યારે જ એવુ કરે છે, જ્યારે એને કોઈનાથી ખતરો હોય છે અથવા પછી તેને કોઈ ધમકી આપી રહ્યુ હોય છે. શેખરે કહ્યુ કે એક છોકરો જે આખી રાત પાર્ટી કરે, જે સવારે ઉઠીને પ્લે સ્ટેશન પર હતો. ત્યારબાદ તેણે જ્યુસ પીધો, તે અચાનક આત્મહત્યા કેવી રીતે કરી શકે છે. આ ઉપરાંત સુશાંતના ઘરમાં કોઈ સુસાઈડ નોટ નહોતી, એવામાં ઘણા સવાલ ઉઠી રહ્યા છે. જો સુસાઈડ નોટ હોત તો તે ઓપન એન્ડ શટ કેસ હોત. આના કારણે આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

છતની ઉંચાઈ પર સવાલ

છતની ઉંચાઈ પર સવાલ

શેખર સુમને છતાની ઉંચાઈ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે મુંબઈમાં છતની વધુ ઉંચાઈ નથી હોતી. સુશાંત ખુદ 6 ફૂટના હતા. એવામાં બેડ પર ચડીને ગળે ફાંસો ખાવાની વાત હજમ નથી થઈ રહી. તેમણે ફાંસીાં ઉપયોગમાં લેવાયેલ કૂર્તા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે જો સુશાંતે કૂર્તાથી ફાંસી લગાવી તો નિશાન વધુ મોટુ હોત. શેખરના જણાવ્યા મુજબ તેમના પિતા હજુ ઉંડા શોકમાં છે. તે તેમના ઘરે મોડે સુધી કંઈ કહ્યા વિના બેસી રહ્યા. ઘણી વાર મૌન બેસી રહેવુ જ દુઃખ વહેંચવાની સૌથી સારી રીત હોય છે.

સુસાઈડની પહેલી કોશિશ નિષ્ફળ

સુસાઈડની પહેલી કોશિશ નિષ્ફળ

વળી, બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાધા પહેલા બાથરૉબ બેલ્ટનો સહારો લીધો હતો પરંતુ તે તેનુ વજન સહન કરી શક્યા નહિ અને તે તૂટી ગઈ. સૂત્રો મુજબ સુશાંત સિંહ રાજપૂતે જે રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યાં જમીન પર બાથરૉબના ટૂકડા મળ્યા હતા. ત્યારબાદ તેમણે આત્મહત્યા માટે લીલા કૂર્તાનો ઉપયોગ કર્યો હતો.

વિસરા રિપોર્ટ આવ્યો સામે

વિસરા રિપોર્ટ આવ્યો સામે

હવે સુશાંતનો વિસરા રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં તેમના મોત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ અભિનેતાના શરીરમાં કોઈ પણ પ્રકારનુ શંકાસ્પદ રસાયણ કે ઝેર મળી આવ્યુ નથી. સુશાંતના નિધન બાદ મુંબઈની કૂપર હોસ્પિટલમાં તેમનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. ત્યારબાદ તેમના ઑર્ગન્સ વિસરા રિપોર્ટ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ મંગળવારે સાંજે આવ્યો છે.

તમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટના બૉઈલરમાં બ્લાસ્ટ, 4ના મોત, 13 ઘાયલતમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટના બૉઈલરમાં બ્લાસ્ટ, 4ના મોત, 13 ઘાયલ

English summary
why Sushant Singh Rajput changed 50 SIM card before suicide- Shekhar Suman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X