નિર્દેશક સાથે અક્ષય કુમાર ની અનબન, સિક્વલમાંથી આઉટ

Posted By:
Subscribe to Oneindia News

જયારે પેડમેન અને અય્યારી ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આવી હતી ત્યારે અફવાહ હતી કે અક્ષય કુમાર અને નીરજ પાંડે વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું. આપણે જણાવી દઈએ કે અક્ષય કુમાર અને નીરજ પાંડે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને એકબીજા ના સારા મિત્રો પણ છે.

પરંતુ પેડમેન અને અય્યારી ફિલ્મ સાથે બંનેની દોસ્તી ની પણ કસોટી થઇ ગયી. લેટેસ્ટ ખબર અનુસાર નીરજ પાંડે ખુબ જ જલ્દી તેમની આવનારી ફિલ્મ સ્પેશ્યિલ 26 પર કામ શરૂ કરી દેશે. પરંતુ આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં હોય.

એટલું જ નહીં પરંતુ નીરજ પાંડે એ ફિલ્મ માટે ચાર ટાઇટલ સ્પેશ્યિલ 2019, સ્પેશ્યિલ 2020, સ્પેશ્યિલ 2021, સ્પેશ્યિલ 2022 પણ લોક કરી રાખ્યા છે. ચાર ટાઇટલ એટલા માટે લોક કર્યા છે કારણકે ખબર નથી કે ફિલ્મ ક્યારે રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ને કાસ્ટ કરવાની બાબત પર નીરજ પાંડે એ જણાવ્યું કે તેઓ હાલમાં તેના વિશે કોઈ પણ કમેન્ટ કરવા માંગતા નથી. અક્ષય કુમાર સાથેની લડાઈ પર વાત કરતા તેમને જણાવ્યું કે બંને ફિલ્મો આવશે અને જશે તેમાં કોઈ પણ તુફાન નહીં આવે. બધું જ બરાબર છે.

અહીં જાણો કઈ કઈ ફિલ્મોમાં અક્ષય કુમાર ફાયનલ છે

2.0

2.0

રજનીકાંત સાથેની આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2018 એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી હતી પરંતુ ખબર અનુસાર ફિલ્મની રિલીઝ ઠેલાઇ ચુકી છે.

કેસરી

કેસરી

કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે, જે સારાગઢી યુદ્ધ પર આધારિત છે.

ગોલ્ડ

ગોલ્ડ

રીમા કાગતી ના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની શૂટિંગ પણ પુરી થઇ ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર હોકી કોચ બલબીર સિંહ ની ભૂમિકા ભજવી રહ્યા છે.

હાઉસફુલ 4

હાઉસફુલ 4

સતત 3 હિટ ફિલ્મ પછી નિર્માતા સાજીદ નડિયાદવાલા હાઉસફુલ ફ્રેન્ચાઇઝી ની ચોથી ફિલ્મ માટે તૈયાર છે. હાઉસફુલ 4 ફિલ્મની ઘોષણા થઇ ચુકી છે આ ફિલ્મ 2019 દિવાળી પર રિલીઝ થશે.

કાંચના 2 રિમેક

કાંચના 2 રિમેક

મળતી માહિતી મુજબ અક્ષય કુમારે એક હોરોર ફિલ્મ પણ સાઈન કરી છે. આ ફિલ્મ સાઉથની સુપર હિટ ફિલ્મ કાંચના 2 હિન્દી રિમેક હશે.

મુગલ - ગુલશન કુમાર બાયોપિક

મુગલ - ગુલશન કુમાર બાયોપિક

અક્ષય કુમાર પાસે એક બાયોપિક છે. અફવાહો મુજબ અક્ષય કુમાર આ ફિલ્મ છોડી રહ્યા છે. પરંતુ હજુ સુધી કઈ પણ ફાયનલ નથી.

English summary
Rumours says, all is not well between Akshay Kumar and Neeraj Pandey. And so, Akshay Kumar will not be a part of Neeraj Pandey's Special 26 sequel.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.