For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવારને મળી ન જાય ત્યાં સુધી લડતો રહીશઃ સોનુ સૂદ

સોનુ સુદે યુપીના પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલવા માટે યુપી સરકાર પાસેથી વિશેષ અનુમતિ લીધી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યુ છે. શોપિંગ મૉલ, દુકાનો, શોરૂમ, રેસ્ટોરન્ટ સહિત અન્ય કામની જગ્યાઓ બંધ પડી છે. એવામાં અહીં કામ કરતા મજૂરો બેરોજગાર થઈ ગયા છે અને હવે પોતાના ગામ તરફ પગપાળા, સાઈકલ અને રિક્ષાથી જઈ રહ્યા છે. મજૂરોની આ સ્થિતિથી સૌ કોઈ દુઃખી છે. બૉલિવુડ એક્ટર સોનુ સુદે મજૂરોની આ હાલત જોઈ નથી શકાતી. તે છેલ્લા ઘણા દિવસોથી આ મજૂરોની મદદ કરી રહ્યા છે. તેમણે હવે યુપીના પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલવા માટે યુપી સરકાર પાસેથી વિશેષ અનુમતિ લીધી છે.

શુ કહ્યુ સોનુ સૂદે

શુ કહ્યુ સોનુ સૂદે

સોનુ સૂદનુ કહેવુ છે કે તે એ પ્રવાસી શ્રમિકોની દૂર્દશાથી પીડિત છે જે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે ઘરે પાછા જવા માટે અસમર્થ છે અને તે તેમના માટે પરિવહનની વ્યવસ્થા કરવા માટે તે બધુ કરશે જે તે કરી શકે તેમ છે. શનિવારે સોનુએ ઉત્તર પ્રદેશ સરકારને વિશેષ અનુમતિ પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓ માટે વધુ બસોની વ્યવસ્થા કરી. અભિનેતાએ પહેલા મહારાષ્ટ્રથી કર્ણાટક થી ગુલબર્ગ જતા આવા ઘણા કાર્યકર્તાઓ માટે ઘણી બસ સેવાઓનુ આયોજન કર્યુ હતુ.

જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવારને ન મળી જાય ત્યાં સુધી ઘરો મોકલવાનુ ચાલુ રાખીશ

જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવારને ન મળી જાય ત્યાં સુધી ઘરો મોકલવાનુ ચાલુ રાખીશ

સોનુ સૂદે મહારાષ્ટ્રથી કર્ણાટકના ગુલબર્ગ જતા કામદારો માટે બસ સેવાનુ આયોજન કર્યુ છે. તેમણે કહ્યુ કે લૉકડાઉન દરમિાયન પોતાના ઘરે પાછા નહિ જઈ શકતા પ્રવાસીઓની દૂર્દશા જોઈને દુઃખ થાય છે અને તે તેમને પાછા મોકલવા માટે કંઈ પણ કરશે. સૂદે એક નિવેદનમાં કહ્યુ, આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક યાત્રા રહી છે. ઘરોમાંથી દૂર રસ્તાઓ પર ચાલતા આ પ્રવાસીઓને જોઈને મને દુઃખ થાય છે. સોનુ સૂદે આગળ કહ્યુ, જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવર અને પ્રિયજનને ન મળી જાય ત્યાં સુધી હું તેમને મોકલવાનુ ચાલુ રાખી. સોનુ સૂદની મદદથી અત્યાર સુધી વડાલાથી લખનઉ, હરદોઈ,પ્રતાપગઢ અને સિદ્ધાર્થનગર સહિત ઉત્તર પ્રદેશના વિવિધ ક્ષેત્રો માટે બસો રવાના થઈ છે. આ ઉપરાંત અહીંથી ઝારખંડ અને બિહારના ઘણા જિલ્લાઓ માટે એક્ટરની મદદથી ઘણી બસો જઈ ચૂકી છે.

PPE કિટ પણ દાન કરી ચૂક્યા છે સોનુ સૂદ

PPE કિટ પણ દાન કરી ચૂક્યા છે સોનુ સૂદ

આ પહેલા પણ પંજાબના ડૉક્ટરો માટે 1500 પીપીઈ કિટ દાન કરી ચૂક્યા છે. તેમણે મુંબઈ સ્થિત પોતાની હોટલને આરોગ્યકર્મીઓના રહેવા માટે ઉપલબ્ધ કરાવી છે. રમઝાનના પવિત્ર મહિનામાં ભિવંડી વિસ્તારમાં હજારો વંચિતો અને પ્રવાસીઓને ફૂડ કિટ ઉપલબ્ધ કરાવી છે.

CBSEએ 10મા અને 12ના બાકી રહેલા પેપરોની તારીખો જાહેર કરીCBSEએ 10મા અને 12ના બાકી રહેલા પેપરોની તારીખો જાહેર કરી

English summary
Will continue sending migrants home until the last one reunites with family: Sonu Sood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X