સાડી અંગેના ટ્વીટને કારણે ફરી ચર્ચામાં રવીના ટંડન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન ફરી એકવાર પોતાના ટ્વીટને કારણે ચર્ચામાં છે. આ પહેલાં પણ રવીનાનું રામાયણ અંગેનું ટ્વીટ મોટા વિવાદો ઊભા કરી ચૂક્યું છે. એ સંદર્ભે જ રવીનાએ આ ટ્વીટ કર્યું હોય એમ લાગે છે. રવીનાએ લખ્યું છે, હવે શું મને સાંપ્રદાયિક, સાંઘી, ભક્ત અને હિંદુવાદી આદર્શ કહેવામાં આવશે?

રવીનાનું ટ્વીટ

રવીના ટંડને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં સાડી પહેરેલ સુંદર તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, સાડી ડે. શું હવે મને સાંપ્રદાયિક, સાંઘી, ભક્ત અને હિંદુવાદી આદર્શ કહેવામાં આવશે? જો હું કહું કે, મને સાડી પહેરવું પસંદ છે.

ટ્વીટર પર થઇ ટ્રોલ

રવીનાના આ ટ્વીટથી ફરી એકવાર લોકોનો ગુસ્સો ઉછળ્યો છે, તો કેટલાક લોકો તેના ટ્વીટ પર તેની મજાક ઉડાવી રહ્યાં છે. એક યૂઝરે તો લખ્યું છે કે, શું તમે ફિલ્મોમાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો? કે પછી વર્ષ 2019માં સંઘી સીટનો જુગાડ કરવાના વિચારમાં છો. સાડીને સાંપ્રદાયિક રંગ આપવા બદલ પણ રવીનાની આલોચના થઇ રહી છે.

રાજકારણમાં રસ નથી

રાજકારણમાં રસ નથી

કદાચ રવીનાએ પણ ટ્વીટ વાંચી લીધું હશે, કે પછી તેને આઇડિયા આવી ગયો હશે કે આ સવાલ ઊભો થશે. આથી જ રવીનાએ ટ્વીટ કરતાં લખ્યું છે, રાજકારણમાં મને કોઇ રસ નથી. ટીએમસી, કોંગ્રેસ અને ભાજપે મને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, જે મેં નકારી કાઢ્યું છે.

રવીના ટંડનની સફાઇ

સાડીને સાંપ્રદાયિક રંગ આપવા અંગે રવીના ટંડને કહ્યું કે, મારો હેતુ સાડીને સાંપ્રદાયિક રંગ આપવાનો નહોતો. મારા ટ્વીટથી ખોટો સંદેશો ગયો હોય તો એ માટે હું માફી માંગું છું. હું કોઇની ભાવના દુભાવવા નથી માંગતી.

English summary
Raveena Tandon posted a picture of her in a beautiful peach and grey saree and her tweet to go with the picture left tweeple fuming.
Please Wait while comments are loading...