Shocking : ડર્ટી પૉલિટિક્સના પોસ્ટરમાં નિર્વસ્ત્ર મલ્લિકાએ ત્રિરંગા વડે કાયા ઢાંકી!!?
મુંબઈ, 30 મે : બૉલીવુડના મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત કોઈ ફિલ્મ કરે અને તે અંગે હોબાળો ન થાય, એવું કેમ બની શકે? તેમની આવનાર ફિલ્મ ડર્ટી પૉલિટિક્સે બનતા પહેલા જ બબાલ ઊભી કરી નાંખી છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન ખાતે થઈ રહ્યું છે.
ડર્ટી પૉલિટિક્સ ફિલ્મના એક દૃશ્યમાં મલ્લિકા શેરાવતે પોતાના શરીરે ત્રિરંગો લપેટી રાખ્યો છે. મલ્લિકાએ પોતાની કાયાને માત્ર ત્રિરંગા વડે ઢાંકી છે. તેમણે બીજુ કોઈ પણ વસ્ત્ર પહેર્યુ નથી. તેમના હાથે એક સીડી છે કે જેની ઉપર રાજસ્થાન વિધાનસભા લખેલું છે. તેથી ફિલ્મના દિગ્દર્શક કે સી બોકાડિયાને કેટલીક રાજકીય પાર્ટીઓ તરફથી ધમકીઓ મળી રહી છે.
કે સી બોકાડિયાએ પોતાની ફિલ્મ અંગે જણાવ્યું - જે પોસ્ટર સીન અંગે લોકો વિવાદ ઊભો કરી રહ્યાં છે, તેમાં ત્રિરંગો નથી. તે માત્ર ત્રણ રંગોનું કાપડ છે અને તેમાં અશોક ચક્ર પણ નથી. મારી ફિલ્મને જાણીજોઈને રાજકીય વળાંક આપી વિવાદ ઊભો કરવાની કોશિશ કરાઈ રહી છે. મારી ફિલ્મ સત્ય ઘટનાપર આધારિત છે, નહીં કે કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિ વિરુદ્ધ. આ બધુ મારી ફિલ્મને બદનામ કરવા માટે કરાઈ રહ્યું છે.
ચાલો મલ્લિકા શેરાવતની તસવીરો સાથે જોઇએ ડર્ટી પૉલિટિક્સ વિશે વધુ માહિતી :

ત્રિરંગાથી લપેટાયાં મલ્લિકા?
ડર્ટી પૉલિટિક્સ ફિલ્મના એક દૃશ્યમાં મલ્લિકા શેરાવતે પોતાના શરીરે ત્રિરંગો લપેટી રાખ્યો છે. મલ્લિકાએ પોતાની કાયાને માત્ર ત્રિરંગા વડે ઢાંકી છે. તેમણે બીજુ કોઈ પણ વસ્ત્ર પહેર્યુ નથી. તેમના હાથે એક સીડી છે કે જેની ઉપર રાજસ્થાન વિધાનસભા લખેલું છે.

દિગ્દર્શકની સ્પષ્ટતા
કે સી બોકાડિયાએ પોતાની ફિલ્મ અંગે જણાવ્યું - જે પોસ્ટર સીન અંગે લોકો વિવાદ ઊભો કરી રહ્યાં છે, તેમાં ત્રિરંગો નથી. તે માત્ર ત્રણ રંગોનું કાપડ છે અને તેમાં અશોક ચક્ર પણ નથી.

ઉત્તેજક દૃશ્યો છે ડર્ટી પૉલિટિક્સમાં
ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં મલ્લિકા શેરાવત ઘાઘરા-ચોળી અને સાડી પહેરેલા નજરે પડનાર છે, પરંતુ કહે છે કે ફિલ્મમાં મલ્લિકાએ ભલે પૂરા કપડા પહેર્યા હોય, પણ ફિલ્મમાં તેમણે અનેક ઉત્તેજક દૃશ્યો આપ્યાં છે.

ભંવરી હત્યાકાંડ પર આધારિત
ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ રાજસ્થાનના ચર્ચિત ભંવરી દેવી હત્યાકાંડ પર આધારિત છે.

ત્રણ વર્ષ જૂનો ચર્ચિત કેસ
2011ના સૌથી ચર્ચિત આ કેસમાં રાજસ્થાનના લોકપ્રિય લોકગાયિકા ભંવરી દેવી અચાનક ગુમ થઈ ગયા હતાં અને પછી તેમની હત્યા થઈ ગઈ હતી.

મંત્રીની સંડોવણી
આ કેસમાં રાજ્સથાનના એક મંત્રી મહિપાલ મદેરણાએ કુર્સી છોડવી પડી હતી.

મલ્લિકા ભંવરીના રોલમાં
ફિલ્મમાં ભંવરીના રોલમાં મલ્લિકા શેરાવત છે, તો મહિપાલ મદેરણા વાળો રોલ ઓમ પુરી ભજવી રહ્યાં છે.

મલ્લિકાને મળી ધમકી
થોડાંક દિવસ અગાઉ મલ્લિકાએ જણાવ્યુ હતું કે આ ફિલ્મ કરવાના બદલ તેમને કોઇકે ધમકી આપી છે.

સબ્જેક્ટ બોલ્ડ
કે સી બોકાડિયાએ દાવો કર્યો કે તેઓ સ્વચ્છ ફિલ્મ બનાવશે. માત્ર સબ્જેક્ટ બોલ્ડ છે.

ઓમ સામે ગભરાટ
ઓમ પુરી સાથે હૉટ અને ગ્લૅમરસ સીન્સ આપતાં મલ્લિકા ગભરાટ અનુભવતા હતાં.

ઘણી આશાઓ
મલ્લિકાને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે, કારણ કે છેલ્લા ઘણા વખતથી તેમની કોઈ ફિલ્મને સફળતા મળી નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
