For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપરા-નિક જોનાસ ડિવોર્સ લેશે? પ્રિયંકાના આ પગલાથી ચર્ચા શરૂ થઈ!

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ અમેરિકન સિંગર નિક જોનાસને ગ્લેમર વર્લ્ડના ફેવરિટ કપલ તરીકે જોવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 નવેમ્બર : ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ અમેરિકન સિંગર નિક જોનાસને ગ્લેમર વર્લ્ડના ફેવરિટ કપલ તરીકે જોવામાં આવે છે. બંને ખુલ્લેઆમ એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ હવે કંઈક એવું બન્યું છે, જેણે તેમના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી જોનાસ સરનેમ હટાવી દીધી છે, જે બાદ તેમના અલગ થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

પતિની સરનેમ હટાવી

પતિની સરનેમ હટાવી

લગ્ન પછી પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનું નામ બદલીને પ્રિયંકા ચોપરા જોનાસ કરી દીધું હતું. બે દિવસ પહેલા સુધી તેનું આ જ નામ હતું, પરંતુ સોમવારે યુઝર્સે જોયું કે પ્રિયંકા ચોપરાએ તેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ અપડેટ કર્યું અને તેના પતિ નિક જોનાસનું નામ હટાવી દીધું. તેણે ફરી એકવાર નામ બદલીને માત્ર પ્રિયંકા ચોપરા રાખ્યું છે. તેણે ચાર દિવસથી ઈન્સ્ટા પર પોસ્ટ પણ નથી કરી.

બંને વચ્ચે બધુ બરાબર નથી

બંને વચ્ચે બધુ બરાબર નથી

પ્રિયંકા ચોપરાના આ પગલા પછી માત્ર તેના ફેન્સ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર સક્રિય એક મોટા વર્ગે પણ તેના વિશે ટિપ્પણી કરી છે. સોશિયલ યુઝર્સનું કહેવું છે કે તેમના સંબંધોમાં બધુ બરાબર નથી અને કદાચ બંને અલગ થવા જઈ રહ્યા છે. ઘણા યુઝર્સે પ્રિયંકાને આ વિશે પૂછ્યું છે કે તે બધાને આ વિશે જાણ કરે. આ તમામ અટકળો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે પરંતુ જ્યાં સુધી પ્રિયંકા કે નિક તરફથી કંઈ કહેવાય નહીં ત્યાં સુધી તેમના સંબંધોની સત્યતા જાણી શકાશે નહીં.

દિવાળી પર બન્નેના સાથે ફોટો શેર કર્યા હતા

દિવાળી પર બન્નેના સાથે ફોટો શેર કર્યા હતા

પ્રિયંકા અને નિક વચ્ચે હજુ સુધી કોઈ અણબનાવની વાત નથી. હાલમાં જ બંનેએ નવું ઘર પણ ખરીદ્યું છે, જ્યાં પ્રિયંકાએ દિવાળી સેલિબ્રેટ કરતી તસવીરો શેર કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે આ ઘર તેના માટે હંમેશા ખાસ રહેશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા. બંનેએ ભારતમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ પ્રિયંકા નિક સાથે અમેરિકામાં રહે છે.

પ્રિયંકા ચોપરા ઘણી ફિલ્મો કરી રહી છે

પ્રિયંકા ચોપરા ઘણી ફિલ્મો કરી રહી છે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં વેબ સીરિઝ સિટાડેલના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા હોલીવુડની ફિલ્મ ટેક્સ્ટ ફોર યુમાં સેલિન ડીયોન સાથે પણ કામ કરી રહી છે. બોલિવૂડમાં તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે દેશી ગર્લ અને ફરહાન અખ્તરની જી લે ઝરામાં પણ જોવા મળશે. આ સિવાય તેની પાસે મેટ્રિક્સ 4, ટેક્સ્ટ ફોર યુ જેવી ફિલ્મો પણ છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ફિલ્મ ધ વ્હાઇટ ટાઈગરમાં જોવા મળી હતી. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ હતો.

English summary
Will Priyanka Chopra-Nick Jonas get a divorce? Priyanka's move started the discussion!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X