મુન્નાભાઈના રોલમાં સંજય સિવાય કોઈ ન ખપે : અરશદ
મુંબઈ, 18 મે : મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ ફિલ્મોમાં સંજય દત્ત સાથે સર્કિટનો અસરકારક રોલ કરનાર બૉલીવુડ અભિનેતા અરશદ વારસી કહે છે કે તેઓ આ લોકપ્રિય સિરીઝમાં રીયલ મુન્નાભાઈ વગર કામ નહીં કરે. તેમણે જણાવ્યું કે તેઓ જ નહીં, પણ ઑડિયંસ પણ મુન્નાભાઈ સિરીઝમાં મુન્નાભાઈના રોલમાં સંજય દત્ત સિવાય કોઈનો સ્વીકાર કરશે નહીં. સંજય દત્ત હાલ જેલમાં છે.

અરશદે જણાવ્યું - હું સર્કિટનો રોલ સંજય દત્ત વગર કરી જ ન શકું અને તમે બીજી કોઈ વ્યક્તિ અંગે વિચારી પણ ન શકો. મુન્નાભાઈનો કૅરેક્ટર ચોક્કસ માળખાં અને પર્સનાલિટી સાથે સંજય દત્ત ઉપર જ બંધ બેસે છે. જૉલી એલએલબી ફિલ્મની ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે 45 વર્ષીય અરશદ વારસીએ જણાવ્યું - આપણું ઑડિયંસ મુન્નાભાઈના કૅરેક્ટરમાં માત્ર સંજય દત્તને જોવા માંગે છે. તેઓ બીજા કોઈને જોઈ નહીં શકે.
મુન્નાભાઈ સિરીઝની પ્રથમ બે ફિલ્મો મુન્નાભાઈ એમબીબીએસ (2003) તથા લગે રહો મુન્નાભાઈ (2006)માં સંજય દત્ત મુન્નાભાઈ અને અરશદ વારસી સર્કિટના રોલમાં હતાં. બંને ફિલ્મોનું દિગ્દર્શન રાજકુમાર હીરાણીએ કર્યુ હતું. ફિલ્મની ત્રીજી સિક્વલ મુન્નાભાઈ ચલે દિલ્લી પાઇપલાઇનમાં હતી અને દરમિયાન સંજય દત્તે જેલ જવું પડ્યું.












Click it and Unblock the Notifications
