ફિલ્મના સેટ પર યામી ગૌતમનો એક્સિડન્ટ થતા પગમાં ઇજા

પીટીઆઇના રિપોર્ટ અનુસાર, અકસ્માત થતા ફિલ્મ સેટ પરના તમામ સભ્યો ચિંચિત બન્યા હતા અને તાત્કાલિક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ફિલ્મનું શૂટિંગ અધુરું હોવાથી યામીએ ડૉક્ટરને જણાવ્યું હતું કે તેને હાઇ ડૉઝની દવા આપવામાં આવે જેથી તે બે કલાકમાં ફરી શૂટિંગ શરૂ કરી શકે.
યામી ગૌતમ અગાઉ ટેલિવિઝન સીરિયલ જેવી કે યે પ્યાર ના હોગા કમ અને ચાંદ કે પાર ચલોમાં આવી ચૂકી છે. તેણે ફિલ્મ વિકી ડોનરમાં અભિનેતા આયુષ્યમાન ખુરાના સાથે કામ કરીને બૉલિવૂડમાં પદાર્પણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
