કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાનો અંતિમ સંસ્કાર આજે

મુંબઈ, 22 ઑક્ટોબર : રોમાંસના બાદશાહ યશ ચોપરાનો અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. દક્ષિણ મુંબઈના ચંદનવાડી શ્મશાન ઘાટે તેમને મુખાગ્નિ આપવામાં આવશે.

Shahrukh-Yash

જાણીતાં ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ રવિવારનું રવિવારે સાંજે પાંચ વાગ્યે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે અવસાન થઈ ગયુ હતું. તેઓ ડેંગ્યુની બીમારીથી પીડાતા હતાં અને છેલ્લા નૌ દિવસથી હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ 80 વર્ષના હતાં.

યશ ચોપરાની તબીયત 11મી ઑક્ટોબરની રાતથી જ થોડીક ખરાબ હતી. 12મીએ સવારે તેમની તબીયત વધુ લથડતાં 13મી ઑક્ટોબરે બપોરે તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ભારતીય ફિલ્મોના આધાર સ્તંભોમાંના એક ગણાતા અને દેશને યાદગાર ફિલ્મો આપનાર કિંગ ઑફ રોમાંસના હુલામણા નામે જાણીતાં થયેલ યશ ચોપરાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે હવે તેઓ ફિલ્મ નિર્માણમાંથી સંન્યાસ લેવાનાં છે. તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન છે કે જે આવતા મહીને રિલીઝ થવાની છે. ફિ્લ્મમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે. સૌને આશા હતી કે આ ફિલ્મ પણ તેમની બાકીની ફિલ્મોની જેમ બહેતરીન હશે, પણ યશ ચોપરા આમ અધવચ્ચે જતાં રહેશે, એવી કોઈને અપેક્ષા નહોતી.

યશ ચોપરાના નિધનથી બૉલીવુડ ગમગીન બન્યું છે. અવસાનના સમાચાર મળતાં જ શાહરુખ ખાન, દિલીપ કુમાર, અનિલ કપૂર જેવા દિગ્ગજો લીલાવતી હૉસ્પિટલે પહોંચી ગયા હતાં. કોઈને વિશ્વાસન નહોતો થતો કે યશ ચોપરા આપણી વચ્ચે હવે નથી.

દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ જબ તક હ જાન છે. તેમાં તેમણે પોતાના પુત્રની જેમ શાહરુખ ખાનને સ્ટાર કાસ્ટ કર્યા છે. આઠ ફિલ્મફૅર અને એક નેશનલ એવૉર્ડ જીતનાર યશ ચોપરા જતાં બૉલીવુડ દુઃખી અને હતપ્રભ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X