યશ ચોપરાને જન્મ દિવસની અનોખી ભેંટ આપશે શાહરુખ

Shahrukh-Yash
મુંબઈ, 27 સપ્ટેમ્બર : રોમાંસના કિંગ યશ ચોપરા આજે પોતાના જીવનના 80 વર્ષ પૂર્ણ કરી લેશે. યશ ચોપરાના આ ખાસ દિવસે શાહરુખે કઈંક ખાસ પ્લાન કર્યો છે. તેઓ યશ ચોપરાને એક અનોખી ભેંટ આપવા માંગે છે અને તેથી જ તેમણે એવું નક્કી કર્યું છે કે તેઓ પોતે યશ ચોપરા સાથે તેમના અત્યાર સુધીના જીવન અંગે વાત કરશે. સાથે જ યશ ચોપરાના અત્યાર સુધીના ફિલ્મી કરિયર સાથે જોડાયેલ ઘણાં એવા પાસાઓ સામે લાવશે, જેના વિશે સામાન્ય રીતે લોકો નથી જાણતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ શાહરુખ ખાનની મોટાભાગની મોટી અને હિટ ફિલ્મો યશ રાજ તેમજ તેમના બેનર હેઠળ જ બની છે. તો આપણે જોઇશું શાહરુખને યશ ચોપરા સાથે તેમના જીવન, ફિલ્મો અને તેમની અત્યાર સુધીની સફર અંગે વાત કરતાં. યશ રાજ ફિલ્મ્સની સમગ્ર ટીમે મળીને આ યોજના તૈયાર કરી હતી અને શાહરુખ આ યોજના અંગે ઘણા ઉત્સાહિત છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આજની પેઢીમાં શાહરુખ જ એક એવા એક્ટર છે કે જેમણે યશ ચોપરા સાથે આટલુ લાંબુ કાર્ય કર્યું છે. આ ઇવેન્ટને બહુ મોટા પાયે પ્લાન કરવામાં આવી છે. યશ ચોપરા સામાન્ય રીતે કેમરાનો સામનો કરવું પસંદ નથી કરતાં. ભાગ્યે જ કોઈને ખબર હશે કે રોમેન્ટિક ફિલ્મોની શરુઆત કરતા અગાઉં યશ ચોપરા બહુ જ ઉંડી વિચારસરણી ધરાવતી ફિલ્મો બનાવતા હતાં.

યશ રાજ બેનરે શાહરુખને તેમના કરિયરની ઘણી મહત્વની ફિલ્મો આપી છે. શાહરુખની યશ ચોપરા સાથેની પ્રથમ ફિલ્મ હતી ડર કે જે 1993માં રિલીઝ થઈ હતી. બૉક્સ ઑફિસે ઘણી સફળ થઈ હતી આ ફિલ્મ. પછી શાહરુખે યશ ચોપરા સાથે બીજી પણ ઘણી ફિલ્મો કરી. તેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995), દિલ તો પાગલ હૈ (1997), મોહબ્બતેં (2000), વીર ઝારા (2004) અને રબ ને બના દી જોડી (2008)નો સમાવેશ થાય છે.

વીર ઝારા બાદ શાહરુખ અને યશ ચોપરાની જોડી ફરી એક વાર જબ તક હૈ જાન સાથે પોતાનો જાદુ ચલાવવા આવી રહી છે. કહેવાય છે કે આ ફિલ્મ યશ ચોપરાની છેલ્લી ફિલ્મ હશે. આના પછી તેઓ કોઈ ફિલ્મ ડાયરેક્ટ નહિં કરે. હાલ તો બધાને યશ ચોપરાની આ ફિલ્મનો આતુરાતપૂર્વક ઇંતેજાર છે, જેમાં શાહરુખ એક રોમેન્ટિક હીરો તરીકે નજરે પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X