Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year 2015 : કેવા હોવા જોઇએ બૉલીવુડ સ્ટાર્સનાં Resolutions!

મુંબઈ, 31 ડિસેમ્બર : નવા વર્ષનો નશો સૌના માથે ચઢી પોકારી રહ્યો છે. તેવામાં ન્યુ ઈયર પાર્ટીની સાથે-સાથે લોકો ન્યુ રિસૉલ્યુશન લેવામાં પણ બિઝી છે. સૌ સમજી-વિચારીને નવા સંકલ્પો લેવા માંગે છે કે જેને આખા વર્ષ સફળતાપૂર્વક, વગર ચીટિંગે નિભાવી શકાય.

ખેર, એક બાજુ આખી દુનિયા નવા વર્ષનું સ્વાગત કરવામાં જોતરાયેલી છે, તો બીજી બાજુ આપણા બૉલીવુડ સિતારાઓ પણ ન્યુ ઈયરની ઉજવણીની તૈયારીઓમાં ડુબેલા છે. કોઇક પરિવાર સાથે છે, તો કોઇક પોતાના પ્રેમ સાથે, પરંતુ બૉલીવુડ સ્ટાર્સ અને તેમના ન્યુ ઈયર રિસૉલ્યુશન ખૂબ જ રસપ્રદ હોય છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે આમિર ખાને તબલો શીખવાનો સંકલ્પ કર્યો છે, તો પ્રીતિ ઝિંટાએ ફિટ રહેવાનો. અરબાઝ ખાન સિગરેટ છોડવાનું વિચારી રહ્યાં છે, તો રીચા ચડ્ઢાએ કત્થક શીખવાનો સંકલ્પ કર્યો છે.

ચાલો જોઇએ બૉલીવુડ સ્ટાર્સના સંકલ્પો કેવા હોવા જોઇએ :

કૂલ રહેજો રણબીર

કૂલ રહેજો રણબીર

એમ તો રણબીર કપૂર પોતાની એક્ટિંગથી સૌના દિલ જીતી ચુક્યા છે, પણ વર્ષ 2014માં આપણને રણબીરનો વધુ એક ચહેરો દેખાયો કે જે લોકોને કંઈ ખાસ ગમ્યો નહીં. રણબીરનો મીડિયા સાથેનો ઝગડો ચર્ચામાં રહ્યો. એટલે જ આપણે ઇચ્છીએ કે રણબીરે આ વર્ષે સંકલ્પ લેવો જોઇએ કે તેઓ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખે, નહિંતર તેઓ પણ આ બાબતમાં સલમાનની જેમ બદનામ થઈ જશે.

લગ્ન કરી લો સલમાન

લગ્ન કરી લો સલમાન

આપણે જાણીએ છીએ કે સલમાનના લગ્નથી અનેક યુવતીઓના દિલ ભાંગી જશે, પણ સલમાનની વધતી વયને જોતા આ વર્ષે દબંગ ખાને સંકલ્પ લેવો જોઇએ કે 2015માં સલમાન આપણને દુલ્હા બનતા દેખાશે.

નો કંટ્રોવર્સિયલ ફિલ્મ આમિર

નો કંટ્રોવર્સિયલ ફિલ્મ આમિર

આમિર ખાનની ફિલ્મ અને વિવાદનો જૂનો સંબંધ છે. એટલે ક્યારેક-ક્યારેક તેવી પણ શંકા જાય છે કે આવુ બધુ આમિરના ઇશારે જ તો નથી થતું? ખેર, વર્ષ 2015માં આમિર ખાને સંકલ્પ લેવો જોઇએ કે તેઓ સીધી-સાચી બહેતરીન ફિલ્મો બનાવશે કે જે વિવાદોથી દૂર હશે.

સાદગીમાં સૌંદર્ય છે અનુષ્કા

સાદગીમાં સૌંદર્ય છે અનુષ્કા

આ વર્ષે અનુષ્કા શર્માએ પોતાના હોઠો સાથે જે કર્યું, તેને તેમના ફૅન્સ ક્યારેય નહીં ભૂલે. એટલે આપણે બસ એટલુ જ કહીએ કે અનુષ્કાની એક ભૂલ તો ફૅન્સે માફ કરી દીધી, પણ અનુષ્કાએ હવે પછી આવું કોઈ પગલુ ન ભરવું જોઇએ. અનુષ્કા સંકલ્પ કરે કે તેઓ 2015માં કોઈ પણ પ્રકારની સર્જરીથી દૂર રહેશે.

નો મોર ફરાહ ખાન ફિલ્મ્સ શાહરુખ

નો મોર ફરાહ ખાન ફિલ્મ્સ શાહરુખ

પ્લીઝ શાહરુખ... ફરાહ ખાનની વધુ એક ફિલ્મ ના કરતા, નહિંતર આપના ફૅન્સ હજી દૂર થઈ જશે. હૅપ્પી ન્યુ ઈયરે બૉક્સ ઑફિસે કમાણી ભલે કરી લીધી હોય, પણ આપણને એમ કહેતા જરાય સંકોચ નથી થતો કે આપણે શાહરુખની આવી ફિલ્મ નથી જોઈ શકતાં. દર્શકો જૂના શાહરુખ પરત ઇચ્છે છે. એટલે વર્ષ 2015માં શાહરુખે સંકલ્પ લેવો જોઇએ કે માત્ર મૈત્રી માટે આપ હૅપ્પી ન્યુ ઈયર જેવી ફિલ્મો નહીં કરો.

વજન ઘટાડે પરિણીતી

વજન ઘટાડે પરિણીતી

નિઃસંદેહ અમને આપની સાથે પ્રેમ છે પરિણીતી, પરંતુ આપની ફ્લૉપ ફિલ્મોની યાદી જોતા લાગે છે કે દર્શકો ઉપરથી આપનો જાદૂ ઓસરતો જાય છે. એટલે પરિણીતી આપ 2015 માટે સંકલ્પ કરો કે આપ પોતાનું વજન થોડુક ઘટાડશો અને સાથે જ કંઇક જુદો લુક ટ્રાય કરશો.

આયટમ સૉંગ ના કરતા કરીના

આયટમ સૉંગ ના કરતા કરીના

કરીના કપૂરની ફૅન ફૉલોઇંગ બહુ લાંબી છે, પણ હવે પહેલાની જેમ લોકોને કરીનાની ફિલ્મો જોવા નથી મળતી. સિંઘમ રિટર્ન્સમાં પણ કરીના ક્યારે આવ્યા, ક્યારે ચાલ્યા ગયા, ખબર જ ન પડી. ખેર, કરીના લોકો ઇચ્છે છે કે વર્ષ 2015માં આપ સંકલ્પ કરો કે આપ ફિલ્મોની પસંદગી સમજી-વિચારીને કરશો. લોકો કરીના કપૂરને ફિલ્મોમાં જોવા માંગે છે, આયટમ સૉંગમાં નહીં.

નો સ્મૉકિંગ અજય

નો સ્મૉકિંગ અજય

આ વર્ષે અજય દેવગણ સિંઘમ રિટર્ન્સ તથા એક્શન જૅક્સનના સેટ પર ગઝબનું સ્મૉકિંગ કરતા જણાયા. અજય ચેન સ્મૉકર છે. એટલે અમે ઇચ્છીએ છીએ કે અજયે 2015માં સંકલ્પ કરવો જોઇએ કે તેઓ હવે સ્મૉકિંગ છોડી દેશે. આપનું કૅરિયર અને આપનો લવિંગ પરિવાર પણ તો છે.

ફૅશન શીખી લો સોનાક્ષી

ફૅશન શીખી લો સોનાક્ષી

સોનાક્ષી સિન્હાએ એમ તો પોતાના અવતાર પર બહુ ધ્યાન આપ્યું છે અને બહુ વજન પણ ઘટાડ્યું છે, પરંતુ ફૅશનની બાબતમાં સોનાક્ષીએ હજી ટ્રેનિંગ લેવાની જરૂર છે. ખેર નવા વર્ષે સોનાએ સંકલ્પ કરવો જોઇએ કે તેઓ 2014ની જેમ 2015માં ફૅશન ડિઝાસ્ટર નહીં કરે.

હવે વધુ એજે નહીં પ્રભુ

હવે વધુ એજે નહીં પ્રભુ

પ્રભુ દેવાની એક્શન ફિલ્મો લોકોને ગમે છે, તેમાં કોઈ શંકા નથી, પણ એક્શન જૅક્સન નહીં... પ્લીઝ... ન્યુ ઈયરમાં પ્રભુએ સંકલ્પ કરવો જોઇએ કે હવે તેઓ 2014ની ભૂલો 2015માં નહીં દોહરાવે.

જેલમાં રહી લો સંજય

જેલમાં રહી લો સંજય

સંજય દત્તે નવા વર્ષે સંકલ્પ કરવો જોઇએ કે હવે તેઓ એક સામાન્ય કેદીની જેમ જેલમાં પોતાની સજા પૂરી કરશે. 2014માં જે રીતે તેમણે રજાઓ ઉજવી છે, તો કોઈને પણ ન ગમ્યું.

ફૅશન ક્યારે શીખશો વિદ્યા

ફૅશન ક્યારે શીખશો વિદ્યા

ફૅશન અને વિદ્યા બાલનનો સંબંધ ખબર નહીં ક્યારે જોડાશે. દર વર્ષની જેમ 2014માં પણ વિદ્યા અનેક વખત ફૅશન ડિઝાસ્ટર કરતા દેખાયાં. એટલે 2015માં વિદ્યાએ સંકલ્પ કરવો જોઇએ કે વિદ્યાએ સૌપ્રથમ આ જ સંકલ્પ કરવો જોઇએ કે તેઓ ફૅશન સેન્સ પર ધ્યાન આપશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X