Year Ender 2024 : આ વર્ષે છવાયેલી રહી આ બોલિવૂડ સ્ટાર્સની લવ સ્ટોરી, આ જોડીએ તો ધમાલ મચાવી

Year Ender 2024 : પુરૂ થવા જઈ રહેલુ 2024 નું વર્ષ બોલિવૂડ માટે ખાસ રહ્યું છે. આ વર્ષમાં ઘણી શાનદાર ફિલ્મો આવી અને સ્ટાર્સ તેમની અંગત લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહ્યાં.

આ વર્ષે બોલિવૂડમાં ફિલ્મો સિવાય કોઈ વસ્તુ ખુબ ચર્ચામાં રહી હોય તો તે છે લવ સ્ટોરી. વિતેલા વર્ષમાં ઘણી જોડીઓએ તેમના પ્રેમ પ્રકરણથી લોકોને ચૌકાવ્યા.

love story

સુહાના ખાન
આ લિસ્ટમાં સૌથી ચર્ચિત નામ હોય તો તે છે શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન. સુહાના ખાન કથિત રીતે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથેના અફેરને કારણે ચર્ચામાં રહે છે. સુહાનાએ અગસ્ત્યના જન્મદિવસ પર એક ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો હતો.

ખુશી કપૂર
બોની કપૂરની મોટી દીકરી જ્હાનવી કપૂર શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. જો કે આ વર્ષે તેની નાની પુત્રી ખુશી કપૂરનું અફેર સમાચારોમાં રહ્યું. અહેવાલો અનુસાર, ખુશી એક્ટર વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે.

કૃતિ સેનન
કૃતિ સેનન માટે વર્ષ 2024 ખાસ રહ્યું છે. આ વર્ષે તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી. આ સિવાય તેને તેનો પ્રેમ પણ મળી ગયો. અહેવાલો અનુસાર, કૃતિ સેનન કબીર બહિયાને ડેટ કરી રહી છે. બન્નેની એક સેલ્ફી પણ વાયરલ થઈ હતી. આ અફેરની ચર્ચા ત્યારે જ શરૂ થઈ જ્યારે તે વિદેશમાં વેકેશન પર સાથે જોવા મળ્યા.

રશ્મિકા મંદાના
આ યાદીમાં એકન નામ અભિનેત્રી રશ્મિકા મંદાનાનું પણ છે. અહેવાલો અનુસાર, રશ્મિકા વિજય દેવરાકોંડા સાથેના અફેરને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા બંને વેકેશનમાં સાથે લંચ કરતા હોવાનો ફોટો પણ વાયરલ થયા હતા.

તમન્ના ભાટિયા
2024 માં રશ્મિકા મંદાનાની લવ સ્ટોરીએ સૌથી વધુ લોકોને ચૌકાવ્યા.આ દિવસોમાં અભિનેત્રી બોલિવૂડ એક્ટર વિજય વર્માને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર પાર્ટીઓ અને મૂવી ડેટ્સ પર સાથે જોવા મળ્યા છે. બંનેની તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પલક તિવારી
પલક તિવારી માટે ફિલ્મમાં એન્ટ્રી સાથે સાથે આ વર્ષ તેની લવ લાઈફ માટે પણ ખાસ રહ્યું. અભિનેત્રીનું નામ ઘણીવાર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે જોડાય છે. જો કે પલક આ સંબંધને માત્ર મિત્રતા ગણાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X