Year Ender 2024 : 2024 માં રાતોરાત સ્ટાર બની ગયા આ સામાન્ય લોકો, જુઓ લિસ્ટમાં તમે કેટલાને જાણો છો?
Top 5 Viral People Of 2024 : વિતી રહેલા 2024 ના વર્ષમાં ઘણા એવા લોકોની ચર્ચા થઈ જેને આ વર્ષની શરૂઆતમાં કોઈ જાણતું પણ નહોંતુ.
હાલ આપણે જે લોકોની વાત કરી રહ્યાં છીએ તે લોકો રાતો રાત સ્ટાર બનીને દુનિયાભરમાં છવાઈ ગયા. આ લોકોને સોશિયલ મીડિયાએ સ્ટાર બનાવી દીધા.

નેન્સી ત્યાગી
ફેશન ઈન્ફ્લૂએન્સર નેન્સી ત્યાગી ઉત્તર પ્રદેશના બાગપતના એક નાના ગામની રહેવાસી છે અને તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ઉતરીને હંગામો મચાવી દીધો.
તેણીએ પોતાના ડિઝાઇન કરેલા આઉટફિટ સાથે ફેશનની દુનિયામાં ડંકો વગાડી દીધો. આ પછી નેન્સી જોતા જોતા સ્ટાર બનીને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.
મેધા શંકર
વર્ષોથી ફિલ્મી દુનિયામાં કામ કરનારી મેધા શંકર 2024માં તે નેશનલ ક્રશ બનીને છવાઈ ગઈ. ફિલ્મ 12મી ફેલ રિલીઝ થતા જ તે ડ્રીમ ગર્લ બની ગઈ. તેણીની લોકપ્રિયતા જોતા જોતામાં જ કરોડોમાં પહોંચી ગઈ.
તાહા શાહ
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી ઘણી અભિનેત્રીઓ સાથે સાથે એક અભિનેતાએ પણ પોતાની એક્ટિંગથી ડંકો વગાડ્યો. નવાબ તાજદાર બલોચનું પાત્ર ભજવનાર તાહા શાહે પોતાના ઉત્તમ અભિનયથી ઘણી યુવતીઓના દિલ જીતી લીધા. 2024 તેના માટે શાનદાર સાબિત થયું અને સ્ટાર બની ગયો.
ચંદ્રિકા ગેરા દીક્ષિત
વડા પાવ ગર્લના નામે ફેમસ ચંદ્રિકા ગેરા દીક્ષિતે તેના વાયરલ વીડિયોથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી. તેની લોકપ્રિયતાને કારણે તેને બિગ બોસ ઓટીટી સીઝન 3માં સીધી એન્ટ્રી મળી. જો કે ચંદ્રિકા વિવાદોમાં અને બિગ બોસના ઘરમાં પણ ઘણો હંગામો મચાવ્યો.
ડોલી ચાયવાલા
બિલ ગેટ્સની ભારત મુલાકાત બાદ તે એક ચા વાળા સાથે જોવા મળ્યા. સુનીલ પાટીલ ઉર્ફે ડોલી ચાયવાલા સાથે બિલ ગેટ્સના ફોટો વાયરલ થતા ડોલી ચાયવાલા રાતોરાત સ્ટાર બની ગયો. આ વીડિયો પછી ડોલી ચાયવાલાને ખૂબ જ લોકપ્રિયતા મળી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને બિગ બોસ જેવા શોની ઓફર પણ મળી હતી.












Click it and Unblock the Notifications
