Year Ender 2024 : આ વર્ષે ગેંગસ્ટરોના નિશાને રહ્યાં આ બોલિવૂડ સ્ટાર, ધમકીથી બોલિવૂડને ડરાવ્યુ
Year Ender 2024 : બોલિવૂડ પર ફરીથી ગેગસ્ટરોનો પડછાયો પડ્યો છે. આ વર્ષે બોલિવૂડના ઘણા સ્ટાર્સ ગેગસ્ટરોના નિશાને રહ્યાં.
સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા મોટા સ્ટાર્સને કેટલાક કુખ્યાત ગેગસ્ટરો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળી. આ લિસ્ટમાં અભિનેત્રીનું પણ નામ સામેલ છે.

સલમાન ખાન
સલમાન ખાનને આ વર્ષે ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી. તેના પિતા સલીમ ખાનને પણ રસ્તા પર ધમકી આપવામાં આવી. વારંવાર ધમકીને કારણે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. આ સિવાય જ્યારે તેના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી ત્યારે લોરેન્સ ગેંગે તેને છેલ્લી વખત અલ્ટીમેટમ આપ્યું.
શાહરૂખ ખાન
શાહરૂખ ખાનને પણ આ વર્ષે ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી. એક ધમકી છત્તીસગઢના રાયપુરથી મળી. ફૈઝાન નામના વ્યક્તિએ રજિસ્ટર્ડ નંબર પરથી ફોન કરીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી.
વિક્રાંત મેસી
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આ વર્ષે રિલીઝ થઈ હતી, જેની કહાની ગોધરાકાંડ પર આધારિત છે. આ ફિલ્મના કારણે અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન કર્યો.
કંગના રનૌત
આ વર્ષે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી રિલીઝ ન થઈ શકી પરંતુ તે સતત વિવાદોમાં રહી. કંગનાએ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મને લઈને તેને ઘણી વખત ધમકીઓ મળી.
એલ્વિશ યાદવ
યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ વિવાદોનું ઘર છે. ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકી મળી. જે બાદ આખું સ્ટેડિયમ ઉતાવળે ક્લીન કરવામાં આવ્યુ.












Click it and Unblock the Notifications
