Year Ender 2024 : 2024 માં લોકોએ સૌથી વધુ સાંભળ્યા આ બોલિવૂડ સોંગ, કેટલાક તો રાતોરાત હિટ થઈ ગયા
2024 Best Bollywood Songs : 2024 માં બોલિવૂડ ફિલ્મોની ખુબ બોલબાલા રહી છે. ફિલ્મો સાથે સાથે સોંગ પણ ખુબ છવાયેલા રહ્યાં છે.
બોલિવૂડે આ વર્ષે દર વર્ષની જેમ ઘણી સુપર હિટ ફિલ્મો આપી અને ફિલ્મો સાથે સાથે ઘણા સુપર હિટ સોંગ પણ આપ્યા. આ સોંગને લોકોએ કરોડો વખત સાંભળ્યા.

આજે અમે તમને વર્ષ 2024માં રિલીઝ થયેલા કેટલાક શાનદાર ગીતો વિશે જણાવી રહ્યાં છીએ. આ સોંગ રાતોરાત સુપર હિટ થઈ ગયા અને લોકોના દિલમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી.
આજની રાત
રાજકુમાર રાવ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ સ્ત્રી 2 આ વર્ષની સુપર હિટ ફિલ્મોમાં સામેલ રહી. આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી અને સાથે સાથે તેનું ગીત આજ કી રાત આ વર્ષના ટોપ હિટ ગીતો સામેલ રહ્યું.
તમન્ના ભાટિયાએ આ ગીતમાં પોતાના શાનદાર ડાન્સથી ધૂમ મચાવી દીધી. આ ગીતને અત્યાર સુધીમાં 500 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
તૌબા તૌબા
વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ફિલ્મ બેડ ન્યૂઝનું સોંગ તોબા તોબા આ વર્ષે પાર્ટીઓની શાન બન્યુ. મ્યુઝિક અને અને વિકીના ડાન્સ મૂવ્સને કારણે લોકોમાં ખુબ જ પસંદ આવ્યુ. આ ગીતના વીડિયોને અત્યાર સુધીમાં 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આઈ નઈ
શ્રદ્ધા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2ના ગીત આય નયીનું નામ પણ ટોચના ગીતોની યાદીમાં સામેલ છે. આ ગીતમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની અદભૂત કેમેસ્ટ્રી અને ડાન્સે ધૂમ મચાવી દીધી, આ ગીતના વીડિયોને 400 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
રી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા
શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાનું ટાઈટલ સોંગ 2024માં ખૂબ જ લોકપ્રિય થયું. લોકોએ આ ગીતને ખૂબ પસંદ કર્યું છે. આ ગીતનો વીડિયો અત્યાર સુધીમાં 42 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આંખ
સાન્યા મલ્હોત્રા અને સુનિધિ ચૌહાણના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત આંખ એ પણ લોકોના દિલ જીતી લીધા છે. આ ગીત ડિસેમ્બર 2024માં જ રિલીઝ કરવામાં આવ્યું અને સુપર હિટ સાબિત થયુ. આ ગીતના વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
