સો કરોડ ક્લબ તરફ અગ્રેસર થતી ‘યે જવાની હૈ દીવાની’
મુંબઈ, 3 જૂન : ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ યે જવાની હૈ દીવાની 100 કરોડ રુપિયાની કમાણી કરનાર ફિલ્મોની શ્રેણીમાં જોડાવા તરફ અગ્રેસર છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહે ભારતીય સિનેમા ઘરોમાં 61.11 કરોડ રુપિયાનો વ્યવસાય કર્યો છે.

રણબીર-દીપિકા અભિનીતિ આ ફિલ્મ યુવા તાજગી, રોમાંસ તથા મનોરંજનથી ભરપૂર છે. યે જવાની હૈ દીવાની પોતાની મનોરમ્ય સિનેમેટૉગ્રાફી, કર્ણપ્રિય સંગીત તથા ઊર્જાથી ભરપૂર કોરિયોગ્રાફીના કારણે દર્શકોને પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મે પ્રથમ જ દિવસે 19.45 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો અને શનિવારે 20.16 તથા રવિવારે 22.5 કરોડ રુપિયાનો વ્યવસાય કર્યો છે.
યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઉપરાંત આદિત્ય રૉય કપૂર તેમજ કલ્કી કોચલીન પણ છે. ફિલ્મ દેશના 3 હજાર થિયેટરોમાં રિલીઝ થઈ હતી. નિર્માતા કમ્પની યૂટીવીના અધિકારીઓ ફિલ્મના પ્રદર્શનથી ખુશ ચે. ડિઝની યૂટીવીના ભારત ખાતેના નિયામક ગૌરવ વર્માએ જણાવ્યું - ફિલ્મે સમગ્ર ભારતમાં અસામાન્ય દેખાવ કર્યો છે. અહીં સુધી કે તામિળનાડુ અને કેરળ જેવા અહિન્દી ભાષી વિસ્તારોમાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.












Click it and Unblock the Notifications
