બૉક્સ ઑફિસે છવાઈ વાયજેએચડી, પહેલાં જ દિવસે 19 કરોડની કમાણી
મુંબઈ, 1 જૂન : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અભિનતી યે જવાની હૈ દીવાની ફિલ્મ પાસે લોકોને ઘણી આશાઓ હતી. માત્ર ફૅન્સને જ નહિં, પણ ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી તેમજ બંને કલાકારો માટે પણ ફિલ્મની સફળતા મહત્વ ધરાવતી હતી. આ તમામની આશાઓ અને દુઆઓના પગલે યે જવાની હૈ દીવાનીએ ભારતમાં જ નહિં, વિદેશોમાં પણ વિક્રમજનક કમાણી કરી છે.

વાયજેએચડી ફિલ્મે પ્રથમ જ દિવસે 19.45 કરોડ રુપિયાની કમાણી કરી પોતાને આ વર્ષની સૌથી બિગેસ્ટ ઓપનર ફિલ્મ સાબિત કરી છે. રણબીર-દીપિકાની જોડીનો હવે બૉલીવુડની આગામી હિટ જોડીઓમાં સમાવેશ થઈ ગયો છે કે જેનું ફિલ્મમાં હોવું જ ફિલ્મની સફળતા નક્કી કરે છે.
રણબીર કપૂરે સાબિત કરી આપ્યું છે કે તેઓ પણ ખાન્સ કરતાં કોઈ પણ બાબતમાં પાછળ નથી. એક્ટિંગ કે રોમાંસ કે ડાન્સમાં તેઓ માહેર છે. રણબીરે પુનઃ એક વારા લોકોને તેમની સાથે પ્રેમ કરવા મજબૂર કર્યાં છે, તો દીપિકાના ભોળપણ તથા માસૂમિયતપૂર્ણ પાત્રે યુવાનોને દીવાનો કરી નાંખ્યો છે. સોશિલય નેટવર્કિંગ સાઇટ્સ ઉપર પણ યે જવાની હૈ દીવાની ફિલ્મ સતત ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મમાં રણબીર-દીપિકાની જવાની જેટલી દીવાની બતાવાઈ છે, તે જોઈ લોકો પણ દીવાનાં થઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
