દાદાનાં પગલે રણબીર, વાયજેએચડી રશિયમાં રિલીઝ થશે
મુંબઈ, 24 મે : દાદા રશિયાને બહુ પ્રેમ કરતાં અને હવે પૌત્ર રણબીર કપૂરે પણ રશિયાનો રુખ કર્યો છે. તેમની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની રશિયામાં રિલીઝ થવાની છે. ફિલ્મ આગામી 4થી જુલાઈએ રશિયાના થિયેટરોમાં છવાઈ જશે.

ઇરોઝ ઇંટરનેશનલે સૌ પ્રથમ કૉકટેલ ફિલ્મ રશિયામાં રિલીઝ કરી હતી અને તે પછી બીજી સાત ફિલ્મો પણ રિલીઝ કરવામાં આવનાર છે અને તેમાં યે જવાની હૈ દીવાની, ઝિંદગી ના મિલેગી દોબારા, રૉકસ્ટાર, દેસી બૉય્ઝ, સ્ટુડન્ટ ઑફ ધ ઈયર, વિકી ડૉનર તથા ભૂત રિટર્ન્સ 3ડી ફિલ્મોનો સમાવેશ થાય છે.
કમ્પનીના બિઝનેસ ડેવલપમેંટ પ્રમુખ કુમાર આહુજાએ જણાવ્યું - રશિયામાં ખાસ તો કિર્ગીસ્તાન તથા અન્ય કૉમનવેલ્થ દેશોમાં કૉકટેલ ફિલ્મને જે રીતે ભારે પ્રતિસાદ સાંપડ્યો, તે જોતાં અમને રશિયન માર્કેટ પાસે આ ફિલ્મોને પણ ભારે પ્રતિસાદ મળવાની આશા છે. તેમણે જણાવ્યું કે જે સાત ફિલ્મો રિલીઝ થવાની છે, તેમાં અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાની ફિલ્મ સૌથી પહેલા 4થી જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
તેમણે જણાવ્યું કે ફિલ્મનું ડબિંગ કાર્ય ટુંક સમયમાં જ શરૂ થઈ જશે. ફિલ્મના કલાકારો રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે રશિયામાં પ્રમોશન કરવા તૈયાર છે. કપૂર પરિવાર રશિયન્સ સાથે લૉંગ-સ્ટૅંડિંગ પર્સનલ તથા પ્રોફેશનલ સમ્બંધો ધરાવે છે. તેથી રાજ કપૂર અને ઋષિ કપૂર બાદ હવે રણબીર કપૂર આ પરમ્પરાને આગળ વધારવા જઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
