• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tanhaji ફિલ્મને યૂપીની યોગી સરકારે ટેક્સ ફ્રી કરી

By Staff
|

લખનઉઃ 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલ અજય દેવગણની ફિલ્મ તાનાજીઃ ધી અનસંગ વૉરિયરને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દીધી છે. અગાઉ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દીધી હતી. જણાવી દઈએ કે આ રાજકીય જંગ દીપિકા પાદુકોણના જેએનયૂ જવા બાદ શરૂ થઈ છે. જ્યારે તાનાજી ધી અનસંગ વૉરિયર બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. જો કે છપાક બૉક્સ ઑફિસ પર ઠીક-ઠીક પરફોર્મ કરી રહી છે.

100 કરોડ ક્લબમાં સામલે થઈ જશે તાનાજી

100 કરોડ ક્લબમાં સામલે થઈ જશે તાનાજી

તાનાજી ધી અનસંગ વૉરિયર ફિલ્મને ઉત્તર પ્રદેશમાં ટેક્સ-ફ્રી કરવામાં આવવાની માંગ પહેલા જ કરવામા આવી રહી હતી જે માની લેવામાં આવી છે. સાથે જ યૂપીમાં ફિલ્મને ટેક્સ ફ્રી થવાની મોટી અસર ફિલ્મના કલેક્શન પર પડી શકે છે. ફિલ્મે અત્યાર સુધી કુલ 61.75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. જ્યારે યૂપી જેવા મોટા રાજ્યમાં ફિલ્મ ટેક્સ ફ્રી થવા પર દર્શકોની ભીડ ફિલ્મ માટે વધી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગલા બે દિવસથી ત્રણ દિવસમાં ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે.

10 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી બંને ફિલ્મો

10 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી બંને ફિલ્મો

અજય દેવગનની ફિલ્મ તાનાજી અને દીપિકાની ફિલ્મ છપાક એક સાથે રિલીઝ થઈ હતી. રિલીઝની સાથે જ છપાકને ત્રણ રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી હતી. આ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે. જ્યારે અજય દેવગણની ફિલ્મ તાનાજીની સાથે જ દીપિકાની ફિલ્મ છપાકની અસર રાજનીતિના મેદાન પર પણ જોવા મળી રહી છે. એક તરફ જ્યાં કોંગ્રેસના કેટલાય નેતા છપાકનું સમર્થન કરી રહ્યા છે જ્યારે ભાજપના કેટલાય નેતા તાનાજીના સમર્થનમાં છે. બંને પાર્ટીઓના નેતા ફિલ્મના સ્ક્રીનિંગ સાથે જ ફિલ્મની મફતમાં ટિકિટ પણ વહેંચી ચૂક્યા છે.

દીપિકા જેએનયૂ જતાં ફિલ્મ બૉયકોટ શરૂ

દીપિકા જેએનયૂ જતાં ફિલ્મ બૉયકોટ શરૂ

ઉલ્લેખનીય છે કે બંને ફિલ્મો પર રાજનીતિ ત્યારે જ શરૂ થઈ ગઈ હતી જ્યારથી દીપિકા પાદુકોણ જેએનયૂ પહોંચી હતી. તે બાદથી જ માત્ર સોશિયલ મીડિયા જ નહિ બલકે બૉલીવુડમાં પણ બે ભાગ પડી ગયા છે. બૉયકૉટ છપાક ટ્રેન્ડ થયો. જ્યારે એખ પક્ષ જ્યાં દીપિકાના સમર્થનની વાત કરી રહ્યા છે તો બીજો પક્ષ તેમના વિરોધમાં છે. દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક એસિડ અટેક પીડિતાની જિંદગી પર આધારિત છે. ફિલ્મ અત્યાર સુધી કુલ 19.02 કરોડ રૂપાયાની કમાણી કરી લીધી છે.

ગોવિંદાની ભાણજીનો ચોંકાવનારો ખુલાસો- 13 વર્ષની ઉંમરે નોકરે રેપની કોશિશ કરી

English summary
yogi government made tanhaji film tax free in uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X