Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાસ્ટિંગ કાઉચ પર યામી ગૌતમે આપ્યું મોટું નિવેદન, જાણો શુ કહ્યું

હાલમાં જ ઇન્ડિયા ટુડે વુમન સમિટ એન્ડ એવોર્ડ્સ કાર્યક્રમમાં પહોંચેલી યામી ગૌતમે કાસ્ટિંગ કાઉચ અંગે મોટી વાત જણાવી છે.

ફિલ્મ વિક્કી ડોનરથી લોકોના દિલમાં રાજ કરી રહેલી યામી ગૌતમને લોકો ફેર એન્ડ લવલી ગર્લ તરીકે ઓળખે છે યામીના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તો વળી યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં પોતાનો એક્ટિંગનો જલવો બતાવ્યો છે.

આ પણ વાંચો: દરેક અભિનેત્રી બની છે આનો શિકાર..

જો કે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ હોવા છતા યામીની બોલીવૂડમાં સીધી એન્ટ્રી નથી થઇ. તેણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરીયલોથી કરી છે. યામીને તેની સાચી ઓળખ અપાવી ફેર એન્ડ લવલીની એડ. અને તે પછી તે ફેર એન્ડ લવલી ગર્લ નામે પોપ્યુલર થઇ ગઇ.

મહિલાઓએ સખત રૂખ અપનાવવો જોઈએ: યામી

મહિલાઓએ સખત રૂખ અપનાવવો જોઈએ: યામી

હાલમાં જ ઇન્ડિયા ટુડે વુમન સમિટ એન્ડ એવોર્ડ્સ કાર્યક્રમમાં પહોંચેલી યામી ગૌતમે કાસ્ટિંગ કાઉચ અંગે મોટી વાત જણાવી છે. યામીએ કહ્યું કે દરેકે સખત રૂખ અપનાવવો જોઈએ. કોઈની પણ સાથે અંતર બનાવીને જ કામ કરી શકાય છે. યામી ગૌતમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેઓ કોઈને પણ ઓળખતા ના હતા, તેઓ સેટ પર બુક લઈને જતા હતા.

સાવધાની જ બચાવ છે

સાવધાની જ બચાવ છે

યામી ગૌતમે જણાવ્યું કે જયારે શૂટમાં મોડું થાય અથવા તે સેટ પર ફ્રી હોય ત્યારે તે બુક વાંચતી હતી. તેને કહ્યું કે તેઓ આ સલાહ દરેકને આપવા માંગે છે કે તમે સામેવાળા વ્યક્તિને ઓળખાતા નથી તો તમે તેનાથી દૂર રહો કારણકે સાવધાની જ બચાવ છે. તેમને આગળ જણાવ્યું કે હંમેશા ગ્રેશફૂલ અને પ્રોફેશનલ વર્તાવ કરો. લોકો સાથે હળવું મળવું ઠીક છે, પરંતુ સતર્ક રહો.

ભગવાનની દયાથી હું બચી ગઈ: યામી ગૌતમ

ભગવાનની દયાથી હું બચી ગઈ: યામી ગૌતમ

સેશનમાં યામી ગૌતમને પૂછવામાં આવ્યું કે આજકાલ ઘણી અભિનેત્રીઓ પોતાની સાથે ઇન્ડસ્ટ્રીમાં થયેલા ખરાબ અનુભવ શેર કરે છે, તો શુ તમારી સાથે પણ એવું કંઈક થયું છે? તેના જવાબમાં યામી ગૌતમે જણાવ્યું કે તેને આવી બાબતો વિશે સાંભળ્યું છે. પરંતુ ભગવાનની દયાથી મારી સાથે આવું ક્યારેય પણ નથી થયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X