Bigg Boss OTT 3: અરમાન મલિકની પહેલી પત્ની પાયલ થઈ બહાર, ખુશ થયા યુટ્યુબર, શું સંબંધોમાં પડી ગઈ છે તિરાડ?
Bigg Boss OTT 3: બિગ બૉસ ઓટીટી 3 અત્યારે હેડલાઇન્સમાં છે. શોના હોસ્ટથી લઈને સ્પર્ધકો સુધી ઘણી ચર્ચા ચાલી રહી છે. આ રિયાલિટી શોની ત્રીજી સિઝનના પહેલા વીકેન્ડ વોરમાં અનિલ કપૂરે ઘરના સભ્યોને ચોંકાવનારી રીતે રિયાલિટી ચેક આપ્યો. આ સિવાય અન્ય એક સભ્યને પણ શોમાંથી બહાર કરવામાં આવ્યો છે.
આ વખતે બિગ બૉસ ઓટીટી 3 માંથી જે સભ્યને બહાર કરવામાં આવ્યો છે તે બીજું કોઈ નહીં પણ યુટ્યુબર અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિક છે. પ્રખ્યાત યુટ્યુબર અરમાન મલિકની પ્રથમ પત્ની પાયલ મલિકને બિગ બૉસ OTT 3માં વીકએન્ડ વાર એલિમિનેશનમાં બેઘર કરવામાં આવી છે.

જ્યારે શોના હોસ્ટ અનિલ કપૂરે પાયલ મલિકને બહાર કાઢવાની જાહેરાત કરી ત્યારે તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. જો કે આ દરમિયાન પાયલના પતિ અરમાન મલિકની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વાસ્તવમાં, પાયલ મુખ્ય દરવાજા તરફ આગળ વધી કે તરત જ અરમાને હસીને કહ્યું કે જે થયુ એ સારુ થયુ.
વીડિયોમાં જોઈ શકાય છે કે અરમાન મલિકે કહ્યું કે, તે ખુશ છે કે પાયલ આઉટ થઈ ગઈ છે. તે ઈચ્છતો હતો કે પાયલ રહે અને લડે પરંતુ તે ગઈ હોવા છતાં તે તેનાથી ખુશ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અરમાન મલિકે પાયલને ગળે લગાવીને વિદાય આપી અને કહ્યું- કોઈ વાંધો નહીં. તેની પ્રથમ પત્નીને વિદાય આપતી વખતે તેણે પોતાનું સંયમ જાળવી રાખ્યું.
અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે પણ પાયલને ગળે લગાવીને કહ્યું- તું બધું ધ્યાન રાખશે. અમે પણ જલ્દી આવી રહ્યા છીએ. જેના પર પાયલે જવાબ આપ્યો - વહેલા આવશો નહીં, અંત સુધી જવાનુ છે.
પાયલના બેઘર થતા પહેલાં, અનિલ કપૂરે અરમાન મલિકને પૂછ્યું હતું કે જો તેને શોમાંથી બહાર કાઢવામાં આવશે તો તેને કેવું લાગશે. આના પર અરમાને કહ્યું હતું કે પાયલનુ બેઘર થવુ સારું રહેશે કારણ કે તે ઘરે હાજર ચાર બાળકોની સંભાળ લેવા માટે પરત ફરશે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે સાઈ કેતન રાવ, સના સુલતાન, અરમાન મલિક, શિવાની કુમારી, પાયલ મલિક અને લવકેશ કટારિયા નોમિનેટ થયા હતા.
Payal Malik Got Evicted From #BiggBossOTT3
— Barood Reaction (@BaroodReaction) June 30, 2024
"ELVISH ARMY WITH LOVEKESH" #BiggBossOTT3onJioCinema #ElvishYadav #ElvishArmy #PayalMalik #ArmaanMalik #LuvKataria #SaiKetanRao #SanaMakbul #ShivaniKumari#RanvirShorey pic.twitter.com/DqdHqhoAbi












Click it and Unblock the Notifications
