ડાયરેક્ટરે મને કહ્યુ કિસિંગ સીન માટે મને Kiss કર, ઝરીન ખાનનો ખુલાસો
સલમાન ખાનની વીર એક્ટ્રેસ ખાને એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જાણો અહીં..
સલમાન ખાનની વીર એક્ટ્રેસ ખાને એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે વીર બાદ ઝરીને બેક ટુ બેક ફિલ્મો કરી પરંતુ લોકપ્રિયકા તેને મળી નહિ. ક્યાંકને ક્યાંક તેની ગણતરી બોલ્ડ એક્ટ્રેસમાં થવા લાગી છે. પરંતુ કરિયરની શરૂઆતનો સમય એવો પણ હતો જ્યારે ઝરીનનો કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેનો ઉલ્લેખ ઝરીને એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે. ચાલો જાણીએ ઝરીને શું ખુલાસા કર્યા છે. ઝરીને આ વાત એક અંગ્રેજી વેબસાઈટને કરી છે.

કિસિંગ સીનનુ રિહર્સલ કરવા બોલાવી
ઝરીને આ અંગે વાત કરતા કહ્યુ કે એક ફિલ્મ ડાયરેક્ટરે તેને કિસિંગ સીનનુ રિહર્સલ કરવા માટે બોલાવી હતી. જ્યાં તેની સામે એ વાત રાખવામાં આવી કે જે ઝરીન માટે ખૂબ ચોંકાવનારી હતી.

હું ત્યારે એકદમ નવી હતી
ઝરીન આગળ જણાવે છે કે તે વ્યક્તિએ મને કહ્યુ કે તારે પોતાની ઝીઝક છોડવી જોઈએ. પોતાની અડચણો દૂર કરવી જોઈએ. હું એ વખતે ઈન્ડસ્ટ્રીમાં એકદમ નવી જોઈએ.ટ

મે કહ્યુ મારે નથી કરવુ
જો કે ઝરીને ડાયરેક્ટરને સ્પષ્ટ ના પાડી દીધી. તે આ વિશે જણાવે છે કે મે તેને કહ્યુ કે હું રિહર્સલ માટે કોઈ પણ કિસિંગ સીન નથી કરવાની. આ રીતે ઝરીને સમજદારી બતાવીને કાસ્ટિંગ કાઉચનો શિકાર થતા પોતાને બચાવી લીધી.

દોસ્તીમાં આગળ જવુ
આની આગળ ઝરીને જણાવ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત થયા બાદ પણ એક વ્યક્તિએ તેને કહ્યુ કે તે દોસ્તીથી આગળ જવા માટે સંમત થતી હોય તો તે તેને આગલા પ્રોજેક્ટમાં મદદ કરી શકે છે.

તેની કોઈ ગેરેન્ટી નહિ
પોતાના વિચારોને વ્યક્ત કરતા ઝરીને કહ્યુ કે મારા માટે આત્મ સમ્માનનું ખૂબ મહત્વ છે. મને ખબર છે કે એ વાતની કોઈ ગેરેન્ટી નથી કે કોઈ વ્યક્તિ તેની શરતો પર સંમત થયા બાદ પણ મદદ કરશે.

આ મારુ નેચરલ પેટ છે...
તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ ઝરીન ખાન પોતાના એક ફોટાના કારણે ચર્ચામાં આવી હતી. ઝરીન ખાના સ્ટ્રેચ માર્ક્સ જોવા મળી રહ્યા છે. જેના કારણે તેને ટ્રોલ થવુ પડ્યુ હતુ. ઝરીને આ પોસ્ટ વિશે કહ્યુ હતુ કે જે લોકોએ જાણવુ હોય કે મારા પેટ પર શું થયુ છે આ તેમના માટે છે. આ મારુ નેચરલ પેટ છે. જેણે 50 કિલોથી વધુનુ વજન ઘટાડી દીધુ હોય.












Click it and Unblock the Notifications
