આમિર ખાને પ્રતીક ગાંધી સામે ખોલ્યો રાઝ, ગુજરાતી રંગભૂમિથી શરૂ કરી હતી કરિયર
આમિર ખાનની મોસ્ટ અવેઈટિંગ ફિલ્મ લાલ સિંઘ ચઢ્ડાને રિલીઝ આડે હવે થોડાક જ અઠવાડિયા બાકી છે. ઓડિયન્સ મિ. પર્ફેક્શનિસ્ટની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
આમિર ખાનની મોસ્ટ અવેઈટિંગ ફિલ્મ લાલ સિંઘ ચઢ્ડાને રિલીઝ આડે હવે થોડાક જ અઠવાડિયા બાકી છે. ઓડિયન્સ મિ. પર્ફેક્શનિસ્ટની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સ પણ રોજેરોજ ઈન્ટરનેટ પર ફિલ્મને લગતી રસપ્રદ માહિતી શેર કરતા રહે છે. જેને કારણે હવે આમિરના ફેન્સ ફિલ્મ જોવા ઉતાવળિયા બની રહ્યા છે.

આમિર ખાને ખુલાસો કર્યો કે...
તાજેતરમાં જ આમિર ખાન અને પ્રતીક ગાંધી વચ્ચે ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢાને લઈને ખૂબ જ લાંબી વાતચીત થઈ હતી. જેમાં આમિર ખાને ખુલાસો કર્યો કે તેમણ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પોતાનું નામ બનાવી ચૂકેલા પ્રતીક ગાંધી આ વાત સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.
આમિર ખાનની દંગલ, લગાન, ગજિની, તારે ઝમીન પર સહિત અનેક ફિલ્મોના ફેન છે
તમને એ વાત સાંભળીને પણ આંચકો લાગશે કે જ્યારે પ્રતીક ગાંધીની વેબસિરીઝ સ્કેમ 1992 રિલીઝ થઈ, તે જોયા બાદ આમિર ખાને પ્રતીકને ફોન કરીને અભિનંદન આપ્યા હતા. પ્રતીક ગાંધીના હર્ષદ મહેતાના રોલને જોઈને આમિર ખાન પણ દંગ રહી ગયા હતા. તો પ્રતીક ગાંધીએ પણ કહ્યું કે તેઓ આમિર ખાનની દંગલ, લગાન, ગજિની, તારે ઝમીન પર સહિત અનેક ફિલ્મોના ફેન છે.
બંને સ્ટાર્સ વચ્ચે થયેલી વાતચીતમાં ગુજરાતી ખાણીપીણી, ગુજરાતની સંસ્કૃતિ અને પતંગ મુદ્દે પણ ઘણી ચર્ચા થઈ. બંને એક્ટર્સના થિયેટર અને ફિલ્મ પ્રત્યેના પ્રેમને કારણે આ મુદ્દે આમિર ખાન અને પ્રતીક ગાંધી વચ્ચે ઈન્ટેન્સ ચર્ચા પણ થઈ.
હોલીવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની આ ઓફિશિયલ રિમેક 11 ઓગસ્ટે રિલીઝ થશે
આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાને આમિર ખાન પ્રોડક્શન હેઠળ કિરણ રાવ અને વાયકોમ 18 સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. જેમાં આમિરની ઓપોઝિટ કરીના કપૂર ખાન જોવા મળશે. આ ઉપરાંત ચૈતન્ય અક્કીનેની અને મોના સિંઘ પણ મહત્વની ભૂમિકામાં દેખાશે. હોલીવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની આ ઓફિશિયલ રિમેક 11 ઓગસ્ટે રિલીઝ થશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
