બિગ બીની કંપની એબી કોર્પ કરી રહી છે ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી'નું નિર્માણ

આ ફિલ્મમાં ગુજરાતી એક્ટર પરેશ રાવલના પત્ની સ્વરૂપ સંપટ અને ટેલિવિઝન એક્ટર માનવ ગોહિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આતંકવાદી હૂમલામાં પોતાના માતા-પિતા ગુમાવનાર એક બાળક અને એક દંપતિની વાત છે.
ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી' ગુજરાતી કવિ અને લેખક ચંદ્રકાંત શાહ, કાજલ ઓઝા વૈદ્ય અને નિરંજન થડેએ સંયુક્ત રીતે લખી છે. આ ફિલ્મનું દિગ્દર્શન નરંજન થડે એ જ સંભાળ્યું છે. મોર્ડન ગુજરાતી ફિલ્મમાં પરંપરાગત પ્રકારના ગીતો કે ભજનો અને કોશ્ચ્યુમ નહીં હોય. ફિલ્મને આધુનિક લૂક આપવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ અંગે થડેએ જણાવ્યું હતું કે 'ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. એબી કોર્પ એક ગુજરાતી ફિલ્મ નિર્માણ કરે તેવું સૂચન જયા બચ્ચનજીનું હતું. ફિલ્મનું કેટલુંક શૂટિંગ ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં પણ કરવામાં આવ્યું છે.'












Click it and Unblock the Notifications
