Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ગુજરાતી તામિળ અભિનેત્રી અવનિ મોદીને ગ્લૅમર ઍવૉર્ડ

રાજકોટ, 4 જુલાઈ : ગુજરાતી મૂળની ગાંધીનગરની તમિળ ફિલ્મોની અભિનેત્રી અવનિ મોદીને તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ એક સમારોહમાં તિહાઇ ગ્રુપ દ્વારા ગ્લૅમર ઍવૉર્ડ ગુજરાતીની મોસ્ટ ગ્લૅમરસ મોડલ ઇન પ્રિન્ટ કેટેગરીમાં "મોસ્ટ ગ્લૅમરસ મોડલ"નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અવનિએ ઍરટેલ, સ્ટેફ્રી નાઇટવેર, તાહિરા ડાયમંડ જ્વેલરી, પરફેક્ટ કેર શેમ્પુની જાહેરાતોમાં તેમજ મુવી મેગેઝિનના પેજ ઉપર છવાઇને મૉડેલ તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. અવનિ મોદી હાલમાં ચેન્નઇ ખાતે તમિળ ફિલ્મોમાં અને મુંબઇમાં મોડેલિંગ ક્ષેત્રમાં સક્રિય છે. તાજેતરમાં જ તેની 'નાન રાજાવાગા પોગીરીન' નામની તમિળ ફિલ્મ સુપરહીટ રહી છે.

રાજકોટ ખાતે યોજાયેલ ઉપરોક્ત ઍવૉર્ડ સમારંભમાં મુંબઇથી હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મ અને ટીવીના શાહબુદ્દીન રાઠોડ, મનોજ જોષી, ફાલ્ગુની શાહ અને હિતેન કુમાર જેવાં દિગ્ગજ કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતનું ગૌરવ

ગુજરાતનું ગૌરવ

ગાંધીનગરની દીકરી અવનિ મોદીએ દક્ષિણ ભારતમાં તામિળ ફિલ્મમાં પદાર્પણ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દક્ષિણની તામિળ ભાષાની નાના રાજાવાઘા પોગીરીન (મેં રાજા બનને જા રહા હૂં) ફિલ્મમાં હીરોઇન તરીકે ભૂમિકા અદા કરીને માત્ર ગાંધીનગરનું જ નહી સમગ્ર રાજયનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા ચાર વર્ષથી મુંબઇ ખાતે એકટીંગ અને મૉડેલિંગ ક્ષેત્રે અનેકવિધ ભૂમિકાઓ અદા કરી છે.

ગાંધીનગરના દીકરી

ગાંધીનગરના દીકરી

અવનિ મોદીનો જન્મ ગાંધીનગર ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્વામીનારાયણ ગુરૂકુળ સે-રર ખાતે, માધ્યમિક શિક્ષણ ચૌધરી સ્કૂલ, સે-૭ ખાતે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ, સે-૮ ખાતે મેળવ્યું હતું. ત્યારબાદ એચ.એલ. કોલેજ, અમદાવાદ ખાતે ગ્રેજયુએશન કર્યું હતું.

નાનપણથી જ એક્ટિંગનો શોખ

નાનપણથી જ એક્ટિંગનો શોખ

નાનપણથી જ એકટીંગ ક્ષેત્રે રસ ધરાવતી આ અવનિએ અભ્યાસકાળ દરમિયાન ઇ.ટીવીના "ગીત ગુંજન" અને "યુવા સંગ્રામ" કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને એકટીંગને વ્યવસાય તરીકે અપનાવવાના ધ્યેયથી તેમણે મુંબઇની ખ્યાતનામ ઇન્સ્ટીટયુટ કે.એમ. કે. (કિશોર નમીત કપુર) ખાતે એક્ટિંગનો ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરીને મુંબઇમાં જ મૉડેલિંગ ક્ષેત્રે પ્રદાન કર્યું છે.

મૉડેલિંગ ક્ષેત્રે સફળતા

મૉડેલિંગ ક્ષેત્રે સફળતા

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપની સોની એડવર્ટાઇઝીંગમાં પણ ખાસ મૉડેલિંગ કરેલ છે. જેમાં મુખ્યત્વે એરટેલ કંપનીની એડમાં શાહરુખ ખાન સાથે "પરફેકટ હેર કેર" શૅમ્પૂની એડમાં, તનાજ બખ્તીયાર સાથે અને "સ્ટેફી નાઇટવેર", "શકિત મસાલા", તેમજ અમેરીકાની "રીયલ કોકો વોટર" જેવી અનેક કંપનીની પ્રોડકટસમાં મૉડેલિંગ કરેલ છે. જેના કારણે આજે આ સફળતા મળી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X