For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિરોધીઓને જડબાતોડ જવાબ એટલે 'ભલે પધાર્યા વેલકમ ટુ ગુજરાત'

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 જાન્યુઆરી : કંઈક અલગ ,કંઈક અનોખું અને વર્તમાન યુવા પેઢીને પોતાની વાત લાગે તેવી ફિલ્મ. ગામ ગાડુ અને ગરબા જોઈ થાકેલા લોકોને પસંદ પડે તેવી નવા વિષય સાથે ની ફિલ્મ સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મ ની વાત નીક્લેતો લોકોના મોઢા મોળા પડી જાય અને ફિલ્મ ની વાત કરનારને ખોટું ન લાગે તેટલા માટે હસતા હસતા પણ સામેની વ્યક્તિના વખાણ કરી ને ફિલ્મ જોવાની વાત તો દુર રહી ક્યારે રિલીજ થશે તે પૂછવાની દરકાર ન કરનાર લોકોને નોધ લેવી પડે તેવી, તેની વાત સાંભળવી પડે અને ફિલ્મ જોયા પછી તેની વાત અને વિચારો લોકો ને કહેવા પડે તેવી બેમિસાલ જાજરમાન ગુજરાતી ફિલ્મ 'ભલે પધાર્યા વેલકમ ટુ ગુજરાત' 4થી જાન્યુઆરી એ ગુજરાત માં રિલીજ થઇ રહી છે.

Bhale Padharya

આ એક એવી ગુજરાતી ફિલ્મ છે જે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી થી પ્રભાવિત તમામ વ્યકીતીઓ ને વિશેષ ગમશે કારણ કે ફિલ્મની કથા જ એ પ્રમાણે લેવામાં આવી છે કે ગુજરાત સરકારના ગરીબ કલ્યાણ મેલા માં મળેલી સહાયથી યુવાન સફળતાની સીધીઓ સર કરે છે અને ગુજરાતી વિરીધીઓને ટેકનોલોજીની ના માધ્યમથી જડબાતોડ જવાબ આપી વિક્રમ જનક મૂડીરોકાણ સાથે વિદેશીઓને પણ તે આવકારે છે. ભલે પધાર્યા વેલ્કોમ ટુ ગુજરાત માં લવ સ્ટોરી પણ યુવાઓને પોતાનો પ્રેમ યાદ અપાવશે. સોની ટીવી પર ના લોકપ્રિય કલાકારો માસ્તર સોહામ અને સીમરન ખન્ના પ્રથમ વાર ગુજરાતી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા ફેલાવશે. ગામ ગાડુ અને ગરબા ગીતો અને ફિલ્મો થી થાકેલા લોકોને હિન્દી ફિલ્મ સરખી ગીત સંગીત અને એક નવા વિષય અને સહપરિવાર એક સાથે માની શકે તેવી મનોરંજન ફિલ્મ ભલે પધાર્યા વેલ્કોમ ટુ ગુજરાત ના બધા પાસા ઓ ઉતમ છે અને 4થી જાન્યુઆરી એ ગુજરાતભરમાં રિલીજ થઇ રહી છે.

શ્રી રામ ફિલ્મસ ધોળકા ,દર્શન ઠક્કર અને વિપુલ સોની નિર્મિત, રાજેશ ભટ્ટ દિગ્દર્શિત ભલે પધાર્યા વેલ્કોમ ટુ ગુજરાત નું સંગીત ખુબજ મધુર અને કર્ણપ્રિય છે જેનો શ્રેય સંગીતકાર શ્યામલ સોહિલ અને ગીતકાર તુષાર શુક્લને આપવો રહ્યો .નાનકડા ગામનો યુવા આકાશ અભ્યાસની સાથે ખેતીકામ કરી પોતાના પરિવાર ને મદદરૂપ થયા છે. કોમ્યુટરમાં વધુ રૂચી રખનાર આકાશ વધુ અભ્યાસ અર્થે શહેરમાં આવે છે જ્યાં તેની મુલાકાત અંજલિ સાથે થાય છે .ગરીબ મેળામાં કોમ્યુટરની સહાય મેળવી આકાશ પોતની મહેતન થી શેશનિક સોફ્ટવેર બનાવે છે અને સરકાર સમક્ષ પોતાની આવડત રજુ કરે છે .ગુજરાત બહારની એન ઓ જી કંપનીઓ ગુજરાત વિષે ગેરમાન્યતાઓ ફેલાવે છે તેને જડબાતોડ જવાબ આપી ગુજરાત અને તેના યુવા દરેક બાબતમાં અવ્વલ છે તેને સુંદર રીતે દર્શાવવામાં આવી છે શેશનિક ની સાથે લવ સ્ટોરીને પણ ખુબ અસર કારક દર્શાવી છે .ગુજરાતના ઘણા મંત્રી આ ફિલ્મમાં જોવા મળશે. હિન્દી પડદાના જાણીતા કલાકારો માસ્તર સોહમ, સિમરન ખન્ના, અરવિદ વૈદ્ય, મેહુલે પોતાના જાનદાર અભિનય દ્વારા ફિલ્મને ચાર ચાંદ લગાડ્યાં છે.

English summary
Bhale Padharya Welcome To Gujarat will retort to anti gujarat elements.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X