For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રેશ ભટ્ટની અપકમિંગ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે રિલીઝ થશે

ચંદ્રેશ ભટ્ટની અપકમિંગ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે રિલીઝ થશે

|
Google Oneindia Gujarati News

ચંદ્રેશ ભટ્ટની ગૌરવ પાસવાલા, દીક્ષા જોશી અને એશા કંસારા સ્ટારર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થઈ શકે છે. લગભગ એક વર્ષ કરતા વધુ સમયથી ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ પોતાની ટીમ સાથે આ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને પોસ્ટ પ્રોડક્શન શરૂ કરાયું છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ શકે છે.

અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપ્યું

અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપ્યું

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં બોલીવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપ્યું છે. એટલે કે બોલીવુડના સ્ટાર મ્યુઝિક કમ્પોઝર અમિત ત્રિવેદી આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મ બીજી પણ એક રીતે ખાસ છે. ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટના કહેવા પ્રમાણે આ ફિલ્મ કમિંગ ઓફ એજ મ્યુઝિકલ લવ સ્ટોરી છે. ચંદ્રેશ ભટ્ટ કહે છે કે આવો પ્રયોગ હજી સુધી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કોઈએ કર્યો નથી. એટલે અમે દર્શકો માટે કંઈક નવું લાવી રહ્યા છીએ.

આ શહેરોમાં શૂટિંગ થયું

આ શહેરોમાં શૂટિંગ થયું

કમિંગ ઓફ એજ મ્યુઝિકલ લવ સ્ટોરી હોવાને કારણે ફિલ્મના સ્ટાર્સ પણ જુદા જુદા લૂકમાં જોવા મળશે. મ્યુઝિકલ લવસ્ટોરી છે, એટલે ગીતો પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. ફિલ્માં કુલ 7 ગીતો છે, જે તમામના લિરિક્સ નિરેન ભટ્ટે લખ્યા છે. આ પહેલા નિરેન ભટ્ટના મોટાભાગના ગીતો સુપરહિટ સાબિત થયા છે, ત્યારે ફરી એકવાર દર્શકોને નિરેન ભટ્ટે લખેલા લવસોંગ્સ સાંભળવા મળવાના છે. આ ફિલ્મની સ્ટોરી ચંદ્રેશ ભટ્ટે પોતે જ લખી છે, અને ફિલ્મ તેઓ જ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ઉપલેટા, જૂનાગઢ અને અમદાવાદમાં થયું છે.

દર્શકો પણ આતુર

દર્શકો પણ આતુર

ઉલ્લેખનીય છે કે ગૌરવ પાસવાલાની વેબસિરીઝ ‘બસ ચા સુધી - 3)ને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. જે બાદ તેઓ સીધા જ આ ફિલ્મમાં જોવા મળશે. તો દીક્ષા જોશી છેલ્લે લવની લવસ્ટોરીમાં દેખાયા હતા. આ ઉપરાંત દીક્ષા જોશી પહેલીવાર બેસ્ટ ફ્રેન્ડ એશા કંસારા સાથે સ્ક્રીન શૅર કરી રહ્યા છે. તો ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. ત્યારે હવે તેમની ફિલ્મ જોવા માટે દર્શકો પણ આતુર છે.

શું તાળી વગાડવાથી ખરેખર કોરોના વાયરસ ખતમ થઈ જશે? Fact Checkશું તાળી વગાડવાથી ખરેખર કોરોના વાયરસ ખતમ થઈ જશે? Fact Check

English summary
gaurav paswala deeksha joshi s upcoming film will release soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X