gujarat coastal railway : ગુજરાતમાં 924 કિમી લાંબી કોસ્ટલ રેલ્વે લાઈન નંખાશે, સર્વે માટે 23 કરોડની મંજૂરી

Gujarat coastal railway Project : ગુજરાતમાં કોસ્ટલ કોરીડોર પ્રોજેક્ટ પહેલેથી જ ચાલી રહ્યો છે. હવે રેલ્વે મંત્રાલય રાજ્યના દરિયાકાંઠે 924 કિલોમીટર લંબાઈની નવી કોસ્ટલ રેલ્વે લાઈન બિછાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.

આ માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે કુલ 52.16 કરોડની મંજूરી આપવામાં આવી છે, જેમાંથી 23 કરોડ માત્ર આ કોસ્ટલ રેલ્વે લાઈન માટે ફાળવવામાં આવ્યા છે.

gujarat coastal railway

પ્રસ્તાવિત કોસ્ટલ રેલ્વે લાઈન ગુજરાતના દરિયાકાંઠાના મુખ્ય ભાગોને જોડશે અને તેને ત્રણ મુખ્ય હિસ્સાઓમાં વહેંચવામાં આવી છે.

દહેજ-જંબુસર-કથાણા-ખંભાત-ધોલેરા-ભાવનગર લાઈન : આ ભાગ દહેજથી ભાવનગર સુધી જોડાશે, જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ રહેશે.

ભાવનગર-મહુવા-પીપાવાવ લાઈન : ભાવનગરથી મહુવા અને પછીથી પીપાવાવ સુધીનું કનેક્શન વેપાર અને પરિવહન માટે મહત્વપૂર્ણ બનશે.

પીપાવાવ-છારા-સોમનાથ-સરડિયા-પોરબંદર-દ્વારકા-ઓખા લાઈન : આ અંતિમ ભાગ દ્વારકા અને ઓખાને જોડશે, જે પ્રવાસન અને ધાર્મિક યાત્રા માટે લાભદાયી સાબિત થશે.

આ રેલ્વે લાઈનના નિર્માણથી ગુજરાતના કોસ્ટલ ક્ષેત્રો વચ્ચેના વ્યાપારી જોડાણોને મજબૂતી મળશે. ખાસ કરીને, દહેજ અને પીપાવાવ પોર્ટ જેવા મહત્વપૂર્ણ બંદરોને કનેક્ટિવિટી મળશે, જેના કારણે નિકાસ-આયાતની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રમાં પણ વધારો થવાથી આર્થિક વિકાસ ઝડપ પકડશે.

હાલમાં પ્રોજેક્ટના સર્વે માટે 23 કરોડ ફાળવાયા છે, જે પૂર્ણ થયા બાદ રેલ્વે મંત્રાલય દ્વારા અગત્યના તબક્કાઓના અમલ માટે નિર્ણય લેવામાં આવશે. આ રેલ્વે લાઈન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પરિવહન અને વાણિજ્ય ક્ષેત્રે એક નવી દિશા સુચવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X