ગુજરાતી ફિલ્મ આપણે તો છીએ બિન્દાસમાં પહેલીવાર ગુજ્જુ સૂફી સોંગ

Posted By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મોમાં એક નવા પ્રવાહની શરૂઆત થઈ છે અને તેને યથાવત રાખતા યુવા ડિરેક્ટર નિશાંત દવેએ પોતાની ફિલ્મ "આપણે તો છીએ બિન્દાસ"માં પણ નવતર પ્રયાસ કર્યો છે. ત્યારે સોમવારે આ ફિલ્મના મ્યુઝિકને લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા સિંગર પ્રથા ઓઝા, ચિંતન નાઇકનો તેમજ પાર્થિવ ગોહિલનો પોતાનો સ્વર આવ્યો છે. ફિલ્મના સંગીત અંગે પાર્થ ઓઝાએ જણાવ્યું હતું કે "ફિલ્‍મના દરેક ગીતો સીચ્‍યુએશન પર આધારિત છે. જે એકદમ નવી વાત છે તેમજ આ ફિલ્મમાં એક સૂફી ગીત રોમેન્ટિક ગીત મસ્ત મૌલા મન પાગલ... રેર્કોર્ડ કરવામાં આવ્યુ છે જે યુવાનોને ખૂબ જ ગમશે"

gujarati movie

ફિલ્‍મના ગીતોનું મીક્‍સીંગ અને માસ્‍ટરીંગ બોલીવુડમાં જાણીતા ગીતો આપનાર અભિષેક ધાટક પાસે કરાવવામાં આવ્‍યું છે. જેણે તાજેતરમાં ચેન્નઈ એક્ષપ્રેસ, સ્‍ટુડન્‍ટ ઓફ ધ યર, હમ્પટી શર્મા કી દુલ્‍હનીયા જેવા ધણા સુપરહીટ ફીલ્‍મોનું મીક્‍સીંગ માસ્‍ટરીંગ કર્યું છે.

અમારી ફિલ્‍મનું મ્‍યુઝીક ડાયરેક્‍શન નિકુંજ આરદેશણા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી મ્યુઝિક જગતમાં સક્રિય છે અને જાણીતી હિંદી સિરિયલનું મ્‍યુઝીક તૈયાર કરેલું છે. ફિલ્મના ઇનિશિયલ વીડિયો સોંગને જોતા તથા નવતર ટ્રેન્ડથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મના અચ્છે દિન આવી રહ્યા છે. ત્યારે નીચેના વીડિયોમાં જુઓ આ ફિલ્મના ગીતો.

English summary
Gujarati Film aapne toh chiye Bindass music launch
Please Wait while comments are loading...