ગુજરાતી ફિલ્મ હું તુ તુ તુ હવે ઓસ્ટ્રેલિયામાં વગાડશે ડંકો

Posted By:
Subscribe to Oneindia News

આજે ઓસ્ટ્રેલિયામાં પહેલી ગુજરાતી ફિલ્મ "હું તુ તુ તુ આવી રમતની ઋતુ" રિલિઝ કરવામાં આવશે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના કિલકેનીમાં ગ્રેટર યુનિયન સિનેમામાં આ ફિલ્મ આજે રજૂ થશે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમાજે પણ આ ફિલ્મને લઇને ભારે ઉત્સાહ બતાવ્યો છે. અને આ ફિલ્મના શો એડવાન્સ બુકિંગ સાથે સોલ્ડ આઉટ થઇ ગયો છે.

hu tu tu tu

તે વાત તો બધા જ જાણે છે કે અમેરિકા અને બ્રિટનની જેમ જ ઓસ્ટ્રેલિયામાં પણ મોટી માત્રામાં ગુજરાતી સમુદાય વસે છે. ત્યારે આવું પહેલી વાર બન્યું છે કે કોઇ ગુજરાતી ફિલ્મને ઓસ્ટ્રેલિયામાં આવી સારી ઓપનિંગ મળી હોય. હું તુ તુ તુ ફિલ્મ ગુજરાતમાં પણ પાછલા 10 દિવસોથી સારી ઓપનિંગ સાથે ચાલી રહી છે. અને મુંબઇમાં પણ આ ફિલ્મે સારુ કલેક્શન કર્યું છે. નોંધનીય છે કે આ ફિલ્મ તેવી પહેલી ફિલ્મ છે જેને એક મહિલા ડાયરેક્ટર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હોય. શેરબજાર આધારિત આ ફિલ્મમાં રોમાન્સ અને થ્રીલર બન્ને છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન શિતલ શાહે કર્યું છે. સાથે જ આ ફિલ્મમાં તેમણે અભિનય પણ આપ્યો છે.

hu tu tu tu

આ ફિલ્મમાં પાર્થ ઓઝા, રોનક કામદાર, અંકિત જોષીપુરાએ અભિનય આપ્યો છે. તો પાર્થિવ ગોહિલ, અવંતિ પટેલ આ ફિલ્મના ગીતો ગાયા છે. ફિલ્મના જાણકારો જણાવે છે કે ફિલ્મે અત્યાર સુધીમાં 6 કરોડની કમાણી કરી છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ આ ફિલ્મ ધૂમ મચાવશે તે વાત પાક્કી છે.

English summary
HuTuTuTu has been an exciting roller-coaster journey for us, and we are thrilled with the response. This motivates us to make more films that we are planning under the banner of our production house Limelight Pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.