ગુજરાતી ફિલ્મ 'લપેટ' નું થયું મુહુર્ત, ઉતરાયણ વખતે આવશે થિયેટરમાં

Posted By:
Subscribe to Oneindia News

તાજતેરમાં જ અમદાવાદમાં 72 એમએમ ફિલ્મસ તથા ડિરેક્ટર નીશિથ બ્રહ્મભટ્ટની આગામી ફિલમ લપેટનું મુહુર્ત થયું હતું. જેમાં ભક્તિ કુબાવત સાથે નીર શર્મા, નયન શુકલા, કેતન સાગર પણ જોવા મળશે. તો બોલિવૂડના તથા ટેલિવૂડ જગતના જાણીતા કલાકારો શરદ તેમજ કલ્યાણી ઠાકર પણ જોવા મળશે આ ફિલ્મની પટકથામાં લીડ હિરોઇન ભક્તિ મોસમ નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે.

તેની જોવા માટે ત્રણ ત્રણ જુદા જુદા મુરતિયા આવે છે અને પછી શું પરિસ્થિતિ સર્જાય છે તેના આધારે ફિલ્મ આગળ ચાલે છે. ફિલ્મ મુખ્યત્વે રોમેન્ટિક કોમેડી હોવાનું દિગ્દર્શકે જણાવ્યું હતું. કલ્યાણી ઠાકરનુ પાત્ર મૌસમની માતાનુ છે જે અંગ્રેજી બોલવાન શોખની છે જ્યારે મૌસમના પિતા એક ડોન છે.

gujarati movies

હિન્દી ટેલિવિઝન જગતના જાણીતા કલાકાર કલ્યાણી ઠાકરે ગુજરાતી ફિલ્મ તથા ખાસ કરીને કોમેડી ફિલ્મ પસંદ કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે "હું ૨૦ વર્ષથી થિયેટર કરું છું કોમેડીનું પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એકટીંગ કરીને દર્શકોને પ્રભાવિત કરવા મારા મતે અઘરુ કામ છે. મેં દરેક માધ્યમમાં કામ કર્યું છે. જો કે, આ ફિલ્મમાં મારો અલગ જ રોલ તમને નિહાળવા મળશે"

-
-
-
-

તો અન્ય એક કલાકાર શરદ શર્માએ જણાવ્યું હતું કે "હવે નવા પરિવર્તન સાથે જે ગુજરાતી ફિલ્મો આવી રહી છે તે ખરેખર સારી બાબત છે ગુજરાતી ફિલ્મસ ટેકનોલોજી તેમજ અન્ય તબક્કે પણ ઘણી આગળ વધી છે" ફિલ્મનું નામ લપેટ રાખવા અંગે દિગ્દર્શકે જણાવ્યુ હતું કે મૌસમને પરણવા જે પણ મુરતિયા આવે છે તે મોટી મોટી વાતો કરે છે અને આપણે ગુજરાતીઓ ત્યારે બોલચાલમાં કહીએ છીએ કે ''આ લપેટે છે'' એટલે જ અમે લપેટ નામ રાખ્યું છે અને ફિલ્મ ઉતરાયણે રીલીઝ કરીશું

English summary
Gujarati Film Lapet: First Day Shooting Pics.
Please Wait while comments are loading...