For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘રેવા’ દેશભરમાં થશે રિલીઝ, આ ભાષામાં કરાઈ ડબ

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ રેવાને જોવાની તક હવે દેશભરના તમામ ફિલ્મચાહકોને મળી શક્શે. કારણ કે આ ગુજરાતી ફિલ્મ હવે આખા દેશમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ અમદાવાદમાં યોજાયેલા ચિત્રભારતી ફેસ્ટિવલમાં રેવાના

|
Google Oneindia Gujarati News

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ રેવાને જોવાની તક હવે દેશભરના તમામ ફિલ્મચાહકોને મળી શક્શે. કારણ કે આ ગુજરાતી ફિલ્મ હવે આખા દેશમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ અમદાવાદમાં યોજાયેલા ચિત્રભારતી ફેસ્ટિવલમાં રેવાના હિન્દી વર્ઝનનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. આ હિન્દી વર્ઝનને ફિલ્મના જ કલાકારો દ્વારા હિન્દીમાં ડબ કરવામાં આવી છે.

ટૂંક સમયમાં થશે રિલીઝ

ટૂંક સમયમાં થશે રિલીઝ

ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલેના કહેવા પ્રમાણે,'ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી ભાષામાં આખા દેશમાં રિલીઝ થશે. જેની શરૂઆત મપ્રદેશના જબલપુરથી થશે. થિયેટરમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દીમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવશે.'

2018માં થઈ હતી રિલીઝ

2018માં થઈ હતી રિલીઝ

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘રેવા' 2018માં રિલીઝ થઈ હતી. જાણીતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નોવેલ ‘તત્વમસિ' પરથી આ ફિલ્મ બની છે. ફિલ્મના ગુજરાતી વર્ઝનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. અને નેશનલ એવોર્ડમાં ફિલ્મે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે બાજી મારી હતી.

આ એક્ટર્સ હતા લીડ રોલમાં

આ એક્ટર્સ હતા લીડ રોલમાં

ફિલ્મ રેવામાં ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર લીડ રોલમાં હતા. આ ઉપરાંત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા એક્ટર દયાશંકર પાંડે, અભિનય બેન્કર, પ્રશાંત બારોટ સહિતના એક્ટર્સ હતા. ફિલ્મની વાર્તા રાહુલ ભોલે અને વીનિત કનોજિયાએ લખી હતી. ફિલ્મને ડિરેક્ટ પણ આ જ જોડીએ કરી છે. આ ઉપરાંત લીડ એક્ટર ચેતન ધાનાણીએ પણ ફિલ્મના રાઈટિંગમાં ફાળો આપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદની બર્થ ડે પર રિલીઝ થશે શહેર પર લખાયેલું રૅપ સોંગ

English summary
gujarati film reva will soon be release in pan india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X