For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની બર્થ ડે પર રિલીઝ થશે શહેર પર લખાયેલું રૅપ સોંગ

ફિલ્મ ગલી બોય બાદ ભારતમાં રૅપ અને હિપ હોપનું કલ્ચર ખાસ્સુ વધ્યુ છે. હવે ગુજરાતીમાં પણ રૅપર્સ રૅપ કરી રહ્યા છે, અને તેને લોકો અપનાવી પણ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ ગલી બોય બાદ ભારતમાં રૅપ અને હિપ હોપનું કલ્ચર ખાસ્સુ વધ્યુ છે. હવે ગુજરાતીમાં પણ રૅપર્સ રૅપ કરી રહ્યા છે, અને તેને લોકો અપનાવી પણ રહ્યા છે. ત્યારે અમદાવાદના જન્મદિવસ પર અમદાવાદીઓને એક નવું નક્કોર રૅપ સોંગ ગિફ્ટ મળવાનું છે. ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરી એટલે કે બુધવારે અમદાવાદનો જન્મદિવસ છે.

26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે સોંગ

26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે સોંગ

અમદાવાદી યુવાનોએ જ આ શહેર પર સોંગ લખ્યુ છે અને કમ્પોઝ કર્યુ છે, જે 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ગીતને સોહિલ અશ્વિન શાહે ગાયુ છે. સોહિલ ‘કમ બેક.. ટુ લીવ મી અગેઈન' નામની અંગ્રેજી નોવેલ પણ લખી ચૂક્યા છે.

ગીતમાં દેખાશે બદલાયેલું અમદાવાદ

ગીતમાં દેખાશે બદલાયેલું અમદાવાદ

આ વખતે સોહિલે મિત્રો સાથે મળીએ આ સોંગ તૈયાર કર્યુ છે. સોહિલના કહેવા પ્રમાણે આ ગીત એક કોલેજ જતા છોકરાની વાત છે. જેને પોતાના બાળપણમાં જોયેલું અમદાવાદ યાદ આવે છે. પોતાનું શહેર કેટલું બદલાયુ છે, એ ખ્યાલ આવ છે. તેના પર આ સોંગ બનાવ્યુ છે.'

અમદાવાદને ભેટ છે આ ગીત

અમદાવાદને ભેટ છે આ ગીત

અમદાવાદ પરનું ગુજરાતી રૅપ સોંગ પ્રતીક વાડિયાએ લખ્યુ છે. અને રેમિસન વાઘેલાએ આ ગીતને કમ્પોઝ કર્યુ છે. ઉપર જણાવ્યા પ્રમાણે ગીતને સોહિલ અશ્વિન શાહે ગાયુ છે. સોહિલ આ ગીતને પોતાના શહેરને આપેલી ગિફ્ટ ગણાવે છે. સોહિલનું કહેવું છે કે હું 9 વર્ષ દુબઈ હતો. પાછો આવ્યો તો અમદાવાદને ખાસ્સુ બદલાયેલું જોયુ. એટલે અમદાવાદી તરીકે અમદાવાદને ભેટ આપવા આ ગીત તૈયાર કર્યુ છે.

આ પણ વાંચો: ' બસ ચા સુધી' બાદ હવે આ છે જીનલ બેલાણીની નવી ફિલ્મ!

English summary
ahmedabadi youth made a rap song on city for birtday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X