‘બસ ચા સુધી’ બાદ હવે આ છે જીનલ બેલાણીની નવી ફિલ્મ!

ગુજરાતી વેબસિરીઝ ‘બસ ચા સુધી'ની ત્રીજી સિઝન રિલીઝ થઈ ચૂકી છે. આ વેબસિરીઝની બીજી સિઝનમાં જીનલ બેલાણીના પર્ફોમન્સની ખૂબ જ ચર્ચા થઈ હતી. ત્રીજી સિઝનમાં પણ જીનલ બેલાણી સેન્ટર ઓફ એટ્રેક્શન સાબિત થઈ રહ્યા છ

ગુજરાતી વેબસિરીઝ 'બસ ચા સુધી’ની ત્રીજી સિઝન રિલીઝ થઈ ચૂકી છે. આ વેબસિરીઝની બીજી સિઝનમાં જીનલ બેલાણીના પર્ફોમન્સની ખૂબ જ ચર્ચા થઈ હતી. ત્રીજી સિઝનમાં પણ જીનલ બેલાણી સેન્ટર ઓફ એટ્રેક્શન સાબિત થઈ રહ્યા છે. ત્યારે હવે લોકો તેમને બિગસ્ક્રીન પર જોવા માટે તૈયાર છે.

બસ ચા સુધી

બસ ચા સુધી

જીનલ બેલાણીને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ફેન્સે હવે વધુ રાહ નહીં જોવી પડે. કારણ કે એક્ટ્રેસની નવી ફિલ્મની જાહેરાત થઈ ચૂકી છે. જીનલ બેલાણીએ પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કરી છે. આ ફોટોમાં જીનલની સાથે ગુજરાતી નાટકોના જાણીતા એક્ટર મુની ઝા અને અમિત મિસ્ત્રી દેખાઈ રહ્યા છે. અમિત મિસ્ત્રી બે યાર, ચોર બની થનગાટ કરે જેવી ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવુડમાં દેખાઈ ચૂક્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત

ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત

જીનલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે,'"અનટાઇટલ્ડ નેક્સ્ટ, અ ફેમિલી ડ્રામા જે ખૂબ જ અમેઝિંગ લોકો સાથે આવવાની છે. ખૂબ જ ઉત્સાહિત છું તેમની સાથે કામ કરવા માટે અને મંથન દવે યંગેસ્ટ ફિલ્મ ડાયરેક્ટર, જેની સાથે હું કામ કરીશ. તારી સાથે કામ કરવા માગું છું અને વિષય પણ મારા મનની ખૂબ જ નજીક છે." આ ફિલ્મનું નામ હજી નક્કી નથી થયું, તેમ જ ફિલ્મની સ્ટોરી શું હશે તેની પણ જાહેરાત નથી થઈ.

મંથન દવે કરશે ડીરેક્ટ

મંથન દવે કરશે ડીરેક્ટ

જીનલ બેલાણીની અપકમિંગ ફિલ્મને મંથન દવે ડિરેક્ટ કરી રહ્યા છે. ડિરેક્ટર મંથન દવેની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મને અશ્વમેધ ક્રિએશન અને H.V. Creationના બેનર હેઠળ આશિષ પરમાર અને હિતેશ વસાવા પ્રૉડ્યુસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 806.89 પોઇંટ ઘટીને બંધ, નિફ્ટી 251.45 પોઇન્ટ ઘટ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X