હવે ઑસ્કારમાં ડંકો વગાડશે ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ

મુંબઈ, 21 સપ્ટેમ્બર : નેશનલ ઍવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ હવે ઑસ્કારમાં ડંકો વગાડશે. નવાગંતુક ફિલ્મ નિર્માતા જ્ઞાન કોરિયાની આ ફિલ્મ ઑસ્કાર 2013માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ફિલ્મ પરિસંઘ (એફએફઆઈ)એ ધ ગુડ રોડની પસંદગી કરી છે. એફએફઆઈનું નેતૃત્વ ફિલ્મ નિર્માતા ગૌતમ ઘોષ કરે છે.

thegoodroad

મળતી માહિતી મુજબ ઇરફાન ખાન અભિનીત ધ લંચબૉક્સે ભારત તરફથી ઑસ્કારમાં એન્ટ્રી માટે ધ ગુડ રોડ ફિલ્મને જોરદાર ટક્કર આપી, પણ તે આ ગુજરાતી ફિલ્મને માત ન આપી શકી અને પરિસંઘે ધ ગુડ રોડની પસંદગી કરી. ધ ગુડ રોડ ફિલ્મે ધ લંચબૉક્સ જ નહીં, પણ ભાગ મિલ્ખા ભાગ, શિપ ઑફ થેસસ, ઇંગ્લિશ વિંગ્લિશ તથા શબ્દો જેવી ફિલ્મોને પાછળ રાખી આ પસંદગી પ્રાપ્ત કરી છે.

ધ ગુડ રોડ ફિલ્મે તાજેતરમાં જ 60મા નેશનલ ઍવૉર્ડમાં પણ ડંકો વગાડ્યો હતો. તેણે બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ ઍવૉર્ડ મેળવ્યો હતો. જ્ઞાન કોરિયાની ધ ગુડ રોડ ફિલ્મની વાર્તા કચ્છના રણ પર આધારિત છે. ફિલ્મમાં ત્રણ લોકો અજાણ્યા રસ્તા પર કંઈક શોધી રહ્યા હોય છે. એ મુસાફરીના ૨૪ કલાકમાં એવી ઘટના ઓ આકાર લે છે. જે તેમની લાઇફનો ટર્નિંગ પૉઈન્ટ સાબિત થાય છે. તેની આસપાસ સ્ટોરી આકાર લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X