Exclusive: જીગરદાને ‘સ્પેશિયલ વન’ માટે કર્યું આ ખાસ કામ, તમે પણ કહેશો Wow!
ગુજરાતી રૉકસ્ટાર જીગરદાન ગઢવીની ફીમેલ ફ્રેન્ડ્ઝની સંખ્યા લાખોમાં છે. એટલે સુધી કે જીગરદાન છોકરીઓનો ક્રશ પણ છે. જો કે જીગરદાનને પોતાની લાઈફની સ્પેશિયલ વન મળી ચૂકી છે, અને જીગરાદન એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી પણ ચૂક્યા છે. જો કે જીગરદાનના જીગરમાં સ્થાન મેળવનાર આ યુવતી કોણ છે તેના વિશે હજુ ખાસ માહિતી નથી. જીગરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની સ્પેશિયલ વન સાથેના ફોટોઝ પોસ્ટ કર્યા છે, અને પ્રેમ અભિવ્યક્ત કર્યો છે, જો કે તેણે એક પણ પોસ્ટમાં આ યુવતી વિશે માહિતી નથી આપી.

ફેન્સને આપશે ઓળખાણ
વન ઈન્ડિયાની એક્સ્લુઝિવ માહિતી પ્રમાણે જીગરદાન એપ્રિલ મહિનામાં પોતાના ફેન્સને આ યુવતી સાથે મળાવી શકે છે. મળતી માહિતી પ્રમાણે જીગરદાન તેની નેક્સ્ટ ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાની પ્રેયસીની ઓળખ જાહેર કરી શકે છે. માર્ચ એન્ડમાં જ જીગરાદન ગઢવી ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. અને એપ્રિલમાં ઓસ્ટ્રેલિયામાં તેમની કોન્સર્ટ છે. ત્યારે ફેન્સને જીગરદાનનું દિલ ચોરી જનાર યુવતી વિશે માહિતી મળી શકે છે.

જીગરદાને લખ્યું છે ખાસ ગીત
બીજી રસપ્રદવાત એ છે કે જીગરદાને પોતાના દિલની રાણી માટે ખાસ રોમેન્ટિક સોંગ પણ લખ્યુ છે. અને આ ગીત જીગરદાન તેની જ સાથે શૂટ કરવા ઈચ્છે છે. જીગરદાન આ કામ પણ પોતાની ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન કરે તો નવાઈ નહીં. એટલે ફેન્સને જીગરદાનના એક વીડિયો શૉ દ્વારા પણ આ યુવતીની ઓળખાણ થઈ શકે છે.

આવી રીતે થઈ મુલાકાત
જીગરદાનની લવસ્ટોરી વિશે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન બંને પહેલીવાર મળ્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં જ બંને વચ્ચે વાતચીત થઈ અને વાત આગળ વધી. જીગરદાન આ યુવતીના પ્રેમમાં એટલા ગળાડૂબ છે કે દિવાળીમાં તેને મળવા સ્પેશિયલ ઓસ્ટ્રેલિયા પણ ગયા હતા. જીગરદાન આ યુવતીના પરિવારને પણ મળી ચૂક્યા છે. અને ટૂંક સમયમાં જ બંનેના પેરેન્ટ્સ વચ્ચે મુલાકાત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઐશ્વર્યા મજમુદારે રેકોર્ડ કર્યુ હોળી સ્પેશિયલ સોંગ, જાણો ક્યાં સાંભળી શક્શો?