જીએફટીપીએ એજીએમઃગુજરાતી ફિલ્મોના પ્રશ્નો અંગે ચર્ચા
અમદાવાદ, 5 નવેમ્બર : ગઈકાલે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મો અને ટેલીવિઝન ના નિર્માતાઓના બનેલા ગુજરાતી ફીલ્મ અને ટેલીવિઝન પ્રોડ્યુસર્સ અસોસિએશન એટલે કે જીએફટીપીએની વાર્ષિક સામાન્ય સભા એટલે કે એજીએમ યોજાઈ ગઈ.

જીએફટીપીએની આ એજીએમમાં ગુજરાતી ફિલ્મોને મળવાપાત્ર રાજ્ય સરકારની સબસિડી કે જે ઘણા વખતથી મળતી નથી, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને કરમુક્ત કરવામાં આવી હોવા છતાં ટૅક્સ ફ્રી ની પ્રક્રિયામાંથી નિર્માતાઓ ને પસાર થવું પડે છે તેને માટે યોગ્ય રસ્તો કાઢવા રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરવા માટે, ગુજરાતી ફિલ્મોને સિનેમા ઘરો દ્વારા પડતી અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા જેવા અસંખ્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.
જીએફટીપીએની એજીએમ : ભીમાણી પ્રમુખ, ઘોડા મહામંત્રી
સામાન્ય સભામાં આ સાથે નવી સમિતિની પણ રચના કરવામાં આવી. તેમાં પ્રમુખ તરીકે રામભાઈ ભીમાણી ,ઉપપ્રમુખ તરીકે હીરાચંદ દંડ , જનરલ સેક્રેટરી તરીકે અભિલાષ ઘોડા, સહ મંત્રી તરીકે દિવ્યા પટેલ અને ખજાનચી તરીકે રમેશભાઈ બી . પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી . જયારે કારોબારીમાં રણજીત હેરમા, જશવંત ગાંગાણી, અશોક આર પટેલ , શ્રી હરેશ પટેલ, હરસુખ પટેલ, નયન જૈન , મૌલિક પાઠક, રાકેશ પાંડે, પરેશ પટેલ, વિક્રમ ઠક્કર, સતીશ ગજ્જર, હિતુ પટેલ, ધીરેન રાંધેજા, ધીરેન ત્રિવેદી, કિરીટ ઠક્કર, અમૃત સોની, નીલેશ મહેતા, શૈલેશ મેંગર જેવા અનુભવી નિર્માતાઓને સ્થાન મળ્યું . જયારે સલાહકાર તરીકે તાજેતર માં IMPPA માં ચૂંટાયેલ એક માત્ર ગુજરાતી નિર્માતા રાજુ ભટ્ટ અને વરિષ્ઠ નિર્માતા સી.એમ. પટેલની વરણી કરવામાં આવી. હાલના પ્રમુખ હીરાચંદ દંડે નવનિર્મિત આ સમિતિને ચાર્જ સોપ્યો હતો .
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અત્યારે કપરા સમય માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે અમારી નવી ટીમ આ ઉદ્યોગ ને સતાવતા પ્રશ્નો નું ઝડપી નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરશે તેમ પ્રમુખ શ્રી રામભાઈ ભીમાણીએ જણાવ્યું હતું જયારે જનરલ સેક્રેટરી તરીકે નીમાયેલા યુવા નિર્માતા શ્રી અભિલાષ ઘોડા એ ગુજરાતી પ્રેક્ષક ગુજરાતી ફિલ્મો જોતો થાય તેવી ફિલ્મો બનાવવા નિર્માતાઓ સાથે સંકલન કરી પગલા લેવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતુ . અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મુંબઈ થી અંદાજે 150 જેટલા નિર્માતાઓ હાજર રહ્યા હતા કે જેઓ આ અસોસિએશનના સભ્યો છે.












Click it and Unblock the Notifications
