સચિન-જીગરનું નવું સોંગ ‘બેની’ થયું રિલીઝ, અહીં સાંભળો!
બોલીવુડના જાણીતી સિંગર અને કમ્પોઝર જોડી સચિન-જીગરનું નવું સિંગલ આવી ગયું છે.
બોલીવુડના જાણીતી સિંગર અને કમ્પોઝર જોડી સચિન-જીગરનું નવું સિંગલ આવી ગયું છે. સચિન-જીગરનું નવું સિંગલ 'બેની’ યુટ્યુબ પર રિલીઝ થઈ ચૂક્યુ છે. અને રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. સચિન-જીગરનું આ ગીત બહેનોને ડેડિકેટેડ છે. તેમાં બહેન અંગેની લાગણીઓને મ્યુઝિક સાથે વણી લેવામાં આવી છે.

સચિન-જીગરનું નવું ગીત
આ ગીત શરૂ થાય ત્યારે જ જે શબ્દો લખાઈને આવે છે, એનાથી જ તમને તમારી બહેન સાથે તમે કરેલી તોફાન, મસ્તી, વ્હાલ એમ બધી જ લાગણીઓ યાદ આવી જશે. આ શબ્દો છે, ‘થોડી પાગલ અને, થોડી જંગલી પણ સહુથી વ્હાલી, એવી ઢિંગલી એવું પ્રાણી, જે ઝઘડે પણ અને સૌથી વધારે ગમે પણ બેની'. આ સિંગલના શબ્દો પ્રિયા સરૈયાએ લખ્યા છે. અને ગીતને સચિન જીગરે ગાયુ છે. તો મ્યુઝિક પણ સચિન જીગરે જ આપ્યુ છે, અને અરૂણિમા શર્માએ ગીતને ડિરેક્ટ કર્યુ છે.

યૂટ્યૂબ પર દર્શકોએ પસંદ કર્યું
માત્ર 24 કલાકમાં જ ગીતને યુટ્યુબ પર ઢગલાબંધ વ્યુઝ મળી રહ્યા છે. આ ગીતને સચિન-જીગરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં જાણીતા ગુજરાતી સેલિબ્રિટીઝ અતુલ પુરોહિત, આરોહી, મનન દેસાઈ, આરજે દેવકી, આરજે ધ્વનિત, અદિતી રાવલ, કિંજલ દવે, ગીતા રબારી, આદિત્ય ગઢવી, દિવ્યાકુમાર પણ જોવા મળશે. મોટા ભાગના સેલિબ્રિટીઝ ભાઈ-બહેન સાથે પહેલીવાર સાથે દેખાઈ રહ્યા છે.

તમામ બહેનોને ડેડિકેટ
સચિન-જીગરે આ ગીતને તમામ બહેનોને ડેડિકેટ કર્યુ છે. આ ગીતની સાથે તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ગીતની નીચે કમેન્ટમાં પણ બહેનો માટે મેસેજ લખવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
