17 વર્ષ બાદ ફરી ગુજરાતી ફિલ્મમાં દેખાશે મરાઠી એક્ટર સચિન ખેડેકર
બોલીવુડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે.
બોલીવુડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે. મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ સ્ટારર ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી’માં સચિન ખેડેકર જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ગોળકેરી 28 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. હાલ ફિલ્મની કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ટ્રેલરને લોકોએ વખાણ્યુ છે.

ફરી દેખાશે સચિન ખેડેકર
જો કે આ ફિલ્મની સિંગર માનસી પારેખ ગોહિલ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા તેઓ મલ્હાર સાથે વેબસિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ'માં દેખાયા હતા. ઉપરાંત બોલીવુડમાં પણ તે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં આ તેમનો ડેબ્યુ છે. સાથે જ આ ફિલ્મની મહત્વની વાત એ પણ છે કે મરાઠી એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે.

2002માં આવી હતી ફિલ્મ
આ પહેલા 2002માં આવેલી ફિલ્મ ‘પૈસો મારો પરમેશ્વર'માં સચિન ખેડેકર કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મને શૈલેષ ગંગલાણીએ પ્રોડ્યુસ કરી હતી તો, ક્રિશ્નારાવ ચેકુરુએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ‘દયાભાભી' એટલે કે દિશા વાકાણી પણ હતા. સચિન ખેડેકર અને દિશા વાકાણી સાથે જીત ઉપેન્દ્ર અને કલ્યાણીએ પણ આ ફિલ્મમાં કામ કર્યુ હતુ.

મરાઠી ઈન્ડસ્ટ્રીનું મોટુ નામ
ઉલ્લેખનીય છે કે સચિન ખેડેકર મરાઠીમાં શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પણ ઘણું કામ કરી ચૂક્યા છે. બોલીવુડમાં સચિન ખેડેકરના નામે જુડવા 2, તેરે નામ, ટોઈલેટઃ એક પ્રેમકથા, ઘાયલ વન્સ અગેઈન સહિતની ફિલ્મો છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
