For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવની લવસ્ટોરી બાદ આ ફિલ્મમાં દેખાશે શ્રદ્ધા ડાંગર, શરૂ થશે શૂટિંગ

હેલ્લારો અને લવની લવસ્ટોરી બાદ શ્રદ્ધા ડાંગરની અપકમિંગ ફિલ્મ કઈ હશે તેની ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે. ફેન્સને આ સવાલનો જવાબ મળી ગયો છે.

|
Google Oneindia Gujarati News

હેલ્લારો અને લવની લવસ્ટોરી બાદ શ્રદ્ધા ડાંગરની અપકમિંગ ફિલ્મ કઈ હશે તેની ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે. ફેન્સને આ સવાલનો જવાબ મળી ગયો છે. શ્રદ્ધા ડાંગર હવે દર્શન ત્રિવેદીની ફિલ્મ 'મારા પપ્પા સુપરહીરો’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શનિવારથી એટલે કે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યુ છે.

આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ

આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ

‘મારા પપ્પા સુપરહીરો'ને દર્શન ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો શ્રદ્ધા ડાંગરની સાથે લીડ રોલમાં અભિનય બેન્કર જોવા મળશે. આ પહેલા અભિનય બેન્કર કેવી રીતે જઈશ, મિજાજ, રેવા અને ધંત્યા ઓપન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં ફિલ્મમાં અભિનય બેન્કર અને શ્રદ્ધા ડાંગર પતિ-પત્નીના રોલમાં અને ભવ્યા શિરોહી તેમની પુત્રીના રોલમાં જોવા મળશે. સાથે જ ક્યુટ કલાકાર ભવ્યા શિરોહી, રેવંતા સારાભાઈ, પ્રિયા સારાભાઈ, ભરત ઠક્કર, ભૂષણ ભટ્ટ જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

શું છે ફિલ્મની વાર્તા ?

શું છે ફિલ્મની વાર્તા ?

ફિલ્મના ડિરેક્ટર ડૉ.દર્શન અશ્વિન ત્રિવેદી કહે છે કે,' 'મારા પપ્પા સુપરહીરો'એક ઈમોશનલ વાર્તા છે. જેમાં પિતા પુત્રીના સંબંધોની વાત છે, જેનો મહત્વનો ભાગ તેની માતા પણ છે. આ ફિલ્મમાં એક બાળકીના ઈમોશન્સ મોમેન્ટ્સ સુંદરતાથી જોવા મળશે. ફિલ્મના રાઈ ટર રામ મોરીનું પણ કહેવું છે કે આ ફિલ્મ થોડી ખાસ છે. ફિલ્મમાં અમદાવાદની અંદરનું એક નવું અમદાવાદ જોવા મળશે.

લેખક - ડિરેક્ટરની આ બીજી ફિલ્મ

લેખક - ડિરેક્ટરની આ બીજી ફિલ્મ

ઉલ્લેખનીય છે કે ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાઈલોગ્સ જાણીતા લેખક રામ મોરીએ લખ્યા છે. રામ મોરીએ ‘મોન્ટુની બિટ્ટુ'થી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે આ ફિલ્મને લઈને પણ ફેન્સ ઉત્સાહિત છે. તો ડિરેક્ટર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી આ પહેલા ‘મૃગતૃષ્ણા' નામની ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે, જે આ વર્ષે જ રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડાઆ પણ વાંચોઃ જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા

English summary
Hellaro actress shraddha dangars upcoming film is pappa mara superhero
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X