For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે અમિત શાહની પૌત્રીએ ભાજપની ટોપી પહેરવાની પાડી દીધી ના!

જ્યારે અમિત શાહની પૌત્રીએ ભાજપની ટોપી પહેરવાની પાડી દીધી ના!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2019ને લઈ તમામ પ્રમુખ પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. પછી તે ભલેને કેન્દ્રમાં સત્તા સંભાળતી ભાજપ હોય કે પછી કોંગ્રેસ સહિત અન્ય રાજકીય દળ. તમામ પાર્ટીઓએ કેટલીય સીટો પર પોતાના ઉમેદવારોનું એલાન કરી દીધું છે. આ કડીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં દાવેદારી કરવા જઈ રહ્યા છે. અમિત શાહ, ગુજરાતની ગાંધીનગર સીટથી લોકસભા ચૂંટણી લડશે. આના માટે શનિવારે અમિત શાહ પોતાનું નામાંકન ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે તેમનો પરિવાર પણ હાજર હતો. જે સમયે અમિત શાહ પોતાનું નામાંકન કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે એક મજેદાર ઘટના બની.

ભાજપની ટોપી પહેરવાની ના પાડી દીધી

ભાજપની ટોપી પહેરવાની ના પાડી દીધી

થયું કંઈક એવં કે અમિત શાહ જ્યારે નામાંકન માટે જઈ રહ્યા હતા તે તેમની પૌત્રી પણ તેમની સાથે હતી. આ દરમિયાન તેમણે પોતાની પૌત્રીને ભાજપની ટોપી પહેરાવવાની કોશિશ કરી, પરંતુ તેમની પોતીએ ટોપી પહેરવાનો ઈનકાર કરી દીધી. એક નહિ બલકે બે-ત્રણ વાર ટોપી પહેરવા કોશિશ કરી પણ છતાં અમિત શાહની પૌત્રીએ ભાજપની કેપ પહેરવાને બદલે સફેદ કેપ પહેરવાનું વધુ પસંદ કર્યું.

કેટલાય પ્રયત્નો બાદ પણ ન થયા સફળ

કેટલીય વાર કોશિશ કર્યા બાદ પણ અમિત શાહની પૌત્રીએ ભાજપની કેપ ન પહેરી તો તેમણે પૌત્રીની જિદને સ્વીકારી લીધી અને તેણે અગાઉ પહેરેલી ટોપી જ પહેરાવી દીધી. જણાવી દઈએ કે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવાર પત્ર ભરતા પહેલા ચાર કિમીનો રોડ શો કર્યો હતો. નામાંકન પહેલા અમિત શાહે કહ્યું કે મને આજે 1982ના દિવસો યાદ આવી રહ્યા છે. જ્યારે હું અહીંના એક નાના બૂથનો બૂથ અધ્યક્ષ હતો. અમિત શાહે આગળ કહ્યું કે ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી સાંસદ રહ્યા. મારું સૌભાગ્ય છે કે ભાજપ મને અહીંથી સાંસદ બનાવવા જઈ રહી છે.

ગાંધીનગરમાં અમિત શાહના નામાંકન દરમિયાન બની ઘટના

ગાંધીનગરમાં અમિત શાહના નામાંકન દરમિયાન બની ઘટના

જણાવી દઈએ કે અમિત શાહના નામાંકન દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, શિવસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાળી દળના પ્રકાશ સિંહ બાદલ અને લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન પણ હાજર રહ્યા. જો કે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આ સામેલ નોહતા થયા. જણાવી દઈએ કે ગાંધીનગર સીટથી હાલ લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે.

લોકસભા ચૂંટણી પહેલા ગઝિયાબાદથી પકડાયું 70 લાખનું સોનું લોકસભા ચૂંટણી પહેલા ગઝિયાબાદથી પકડાયું 70 લાખનું સોનું

English summary
VIDEO: Amit shah grand daughter refuses to wear BJP hat, Lok Sabha Elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X